ગતવર્ષ જેટલી જ સ્ટોક વેલ્યુ નક્કી કરાતા ખેડૂતોને ચાલુ વર્ષે ટને અંદાજિત ૫૦થી૧૦૦ રૂપિયાનો ભાવ વધારો મળે તેવી શક્યતા છે બીજા શબ્દોમાં કહીએ તો ગતવર્ષના ભાવની આસપાસ જ નવા ભાવ જાહેર થવાની પ્રબળ સંભાવના છે ૩૧માર્ચના રોજ બપોરે ૧વાગ્યે નવા ભાવ જાહેર થશે એટલે ખેડૂતોને પિલણ સિઝન ૨૦૨૨-૨૩ના શેરડીના ટન દીઠ કેટલા રૂપિયા મળશે તે જાહેર કરાશે આમ તો ચાલુ વર્ષે શેરડીના ઉત્પાદનને માઠી અસર પડી છે પરંતુ બગાસ અને મોલાસીસના ભાવ વધુ મળ્યા હોવાથી ગતવર્ષ જેટલા શેરડીના ભાવ મળી રહેશે તેવી સંભાવના છે ગતવર્ષ પણ ખાંડની સ્ટોક વેલ્યુ ૩૨૦૦ રૂપિયા હતી તેમજ આ વર્ષે પણ ૩૨૦૦ રૂપિયા જ નક્કી કરવામાં આવે છે તેથી ખેડૂતોને ૩૨૦૦ની આસપાસ શેરડીના ભાવ મળી રહેશે બગાસ અને મોલાસીસના ભાવ વધુ મળ્યા પરંતુ શેરડીનું ઉત્પાદન ઘટતા ભાવ વધારો મળે તેવી સંભાવના ધુંધળી દેખાઈ રહી છે જોકે મોંઘવારી વચ્ચે ગતવર્ષ જેટલો ભાવ જાહેર કરવા સુગરમિલો મથામણ કરી રહી છે