વિરંચી પ્રસાદ શાસ્ત્રીજીના પરિવારે તિલકવાડા તાલુકાની જનતાને બોડી ફ્રીઝર ની આપી ભેટ

ઉલ્લેખનીય છે કે હાલ થોડા દિવસ અગાઉ પ્રખ્યાત કથાકાર વિરંચી પ્રસાદ શાસ્ત્રીજી બીમારીના કારણે દેવલોક પામ્યા હતા જેના કારણે તિલકવાડાના નગરજનો અને સમગ્ર ગુજરાત માં રહેલા તેમના ભક્તો માં ભારે શોક નો માહોલ છવાયો છે તેમની યાદ અવિરત જળવાઈ રહે તે માટે સસ્ત્રીજીના પરિજનોએ તિલકવાડા તાલુકાની જનતાને બોડી ફ્રીઝર ભેટ આપી છે

ઉલ્લેખનીય છે કે તિલકવાડાની ઓળખ સમા અવધૂત પરિવારના અગ્રણી વિરંચી પ્રસાદ શાસ્ત્રીજી પ્રખ્યાત કથાકાર હતા તેઓ દેશ-વિદેશમાં કથા કરતા અને તેમના મધુર કંઠે કથા સંભળી ભક્તો મંત્ર મુગ્ધ થતા પરંતુ છેલ્લા થોડાક સમયથી તેઓ બીમારિના કારણે હોસ્પિટલ ખાતે સારવાર ચાલતી હતી જ્યાં સારવાર દરમિયાન તેઓ દેવલોક પામ્યા હતા. જેના કારણે સમગ્ર ગુજરાત ભરમાં વસતા તેમના ભક્તોમાં ભારે શોકની લાગણી છવાઈ છે તેમની યાદ અવિરત જળવાઈ રહે તે માટે યાદગીરી રૂપે તિલકવાડા તાલુકાના વિસ્તારમાં વસતા જન સમુદાયના સ્વજનોના મૃત્યુ પ્રસંગે ડેથ બોડી 24 કલાક સચવાઈ રહે તે માટે તિલકવાડા તાલુકાની જનતાને બોડી ફ્રીઝર નિ ભેટ આપી હોવાનું જાણવા મળેલ છે. વિરંચી પ્રસાદ શાસ્ત્રીજીના પરિવારે લગભગ 85 હજારના ખર્ચે બોડી ફ્રીઝરનું ભેટ આપીને કોઈ પણ જાતના ભેદભાવ વિના શોક ગ્રસ્ત પરિવારને આશ્વાસન સાથે વાયરસમુક્ત વાતાવરણ જળવાઈ રહે અને સૌનું કલ્યાણ થાય તેવા આશય સાથે બોડી ફ્રીઝર ની ભેટ આપી છે