પાવીજેતપુર શ્રી લક્ષ્મી કો.-ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી લી, ની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં ૨૧ માંથી ૧૧ ઉમેદવારો નો ભવ્ય વિજય થયો હતો.
પાવીજેતપુર શ્રી લક્ષ્મી કો.-ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી લી, ના ૧૧ સભ્યોની ચૂંટણી ૨૮ ઓગસ્ટ અને રવિવારના રોજ યોજાઇ હતી જેમાં ૨૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાયો હતો ૧૧૬૦ મતદાન થયું હતું જેની મધ ગણતરી ચાલુ કરવામાં આવી હતી. જે મત ગણતરી મળશે ૪ વાગ્યા ના અરસામાં પૂરી થઈ હતી.
સામાન્ય રીતે આ ચૂંટણી લવાદો ગોઠવી સમરસ કરી દેવામાં આવતી હતી જ્યારે આ વર્ષે કેટલાક ઉમેદવારો ચૂંટણી કરાવવા મક્કમ હોય ત્યારે દરેક ઉમેદવાર પોતે પોતાના સંબંધો નો ઉપયોગ કરી વિજય થવા માટે રણનીતિ ઘડી કાઢી હતી.
જેમાં રાજેશકુમાર રસિકલાલ શાહ ( મુન્નો ) ૮૦૯, જયેશકુમાર કાંતિલાલ ચંદારાણા ૭૮૯, હિરેનકુમાર ( પપ્પુ ) શૈલેષભાઈ શાહ ૭૭૭, નીલેશકુમાર નગીનલાલ શાહ ૭૭૫, પ્રફુલચંદ્ર મણિલાલ શાહ ૭૨૬, દીપેનકુમાર કમલેશભાઈ શાહ ૭૧૮, જીતેન્દ્રકુમાર પોપટભાઈ પટેલ ૭૦૬, મિતેશકુમાર ભાઈલાલભાઈ પટેલ ૬૭૯, બિરેનકુમાર દિનેશચંદ્ર શાહ ૬૨૭, હિતેશકુમાર કાંતિલાલ શાહ ૫૮૯, અલીહુસેન અબ્બસભાઈ બાટા ૫૮૮ મત મેળવી વિજય થયા છે.
આમ, પાવીજેતપુર લક્ષ્મી કો-ઓપરેટીવ બેંકની ચૂંટણીમાં ૨૧ ઉમેદવારો માંથી ૧૧ ઉમેદવારો વિજય થયા છે.