અમરેલી રૂરલ તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં ૪ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.

ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી

નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય,

અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ,

તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે

 (૧) અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ફ. ગુ.નં.૧૬૩/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ તથા

(૨) સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ફ્ર. ગુ.ર.નં.૮૬/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૫૧૧, ૪૨૭, ૧૧૪ મુજબના ગુનાઓના આરોપી છેલ્લા ૪ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય,

 ટેકનીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે અમદાવાદ મુકામેથી મજકુર લીસ્ટેડ આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

રઈલા ઉર્ફે રૂપેરાવ ઉર્ફે રાહુલ કાળુભાઇ ઉર્ફે કાળીયો જાલુભાઇ પલાસ, ઉ.વ.૨૩, રહે.છરછોડા, બારીયા ફળીયા, તા.ગરબાડા, જિ.દાહોદ

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-

પકડાયેલ આરોપી નીચે મુજબના ચોરી, ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ છે.

(૧) ઘાટલોડીયા પો.સ્ટે. (અમદાવાદ શહેર)ફ.ગુ.ર.નં.૧૧૭/ ૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, મુજબ.

(૨) વાડજ પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ. ગુ.ર.નં.૧૬૨/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦, મુજબ.

 (૩) વાડજ પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ. ગુ.ર.નં.૧૭૨/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦,૧૧૪ મુજબ.

(૪) વાડજ પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ. ગુ.ર.નં.૧૭૬/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ,

(૫) વાડજ પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ. ગુ.ર.નં.૧૮૪/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, મુજબ,

 (૬) વાડજ પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ. ગુ.ર.નં.૧૮૬/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦, મુજબ,

(૭) ઓઢવ પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ. ગુ.ર.નં.૧૪૮/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦, મુજબ,

(*૮) ઓઢવ પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ. ગુ.ર.નં.૧૫૦/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, મુજબ,

 (૯) એરપોર્ટ પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ. ગુ.ર.નં.૯૨/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, મુજબ.

 (૧૦) એરપોર્ટ પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ. ગુ.ર.નં.૧૨૨/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦, મુજબ.

(૧૧) નિકોલ પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ. ગુ.ર.નં.૧૮૩/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબ.

(૧૨) ગણદેવી પો.સ્ટે. (જિ.નવસારી) ગુ.ર.નં.૨૫૮/૨૦૨૦, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, મુજબ.

(૧૩) ગણદેવી પો.સ્ટે. (જિ.નવસારી) ગુ.ર.નં. ૪૫૦/૨૦૨૦, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧ મુજબ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ. એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ, તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, તુષારભાઈ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.