રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા NMMS અને PSE બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. NMMS પરીક્ષામાં દહેડા પ્રાથમિક શાળાના ધોરણ-8માંથી 13 વિદ્યાર્થીઓએ તેમજ PSE પરીક્ષામાં ધોરણ-6 માંથી 16 વિદ્યાર્થીઓએ એમ મળી કુલ 29 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેનું પરિણામ જાહેર થતાં દહેડા પ્રાથમિક શાળાનું 100% પરિણામ આવ્યું છે.શાળા પરિવારે પરીક્ષામાં ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ અંગે શાળાના આચાર્ય હિતેશભાઈ પરમારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી એન.એમ.એમ.એસ તેમજ પી.એસ.ઇ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સર્વે વિદ્યાર્થીઓને તેમજ પરીક્ષાની તૈયારી કરાવનાર સર્વે શિક્ષકોને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.
(સલમાન પઠાણ-ખંભાત)