લિમડી નગરમા ભગવાન ભોલેનાથની ભવ્ય શોભાયાત્રા નિકાળવામા આવી, ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમરૂ અને તાસા વાદકોએ ભગવાન શિવનુ રૂપ ધારણ કરી નગરમા ભારે આકર્ષણ જમાવ્યુ હતુ.
ભગવાન ભોલેનાથની ભક્તિના પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે, લિમડી નગરમા ભગવાન ભોલેનાથની ભવ્ય શોભાયાત્રા નિકાળવામા આવી હતી. ભગવાન ભોલેનાથની શોભાયાત્રામા ડમરૂધારીઓએ આકર્ષણ જમાવ્યુ હતુ, તેમજ ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમરૂ અને તાસા વાદકોએ પણ ભગવાન શિવનુ રૂપ ધારણ કરી નગરમા ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. ભગવાન ભોલેનાથ નગર ચર્યાએ નીકળતા ભગવાન ભોલેનાથની શોભાયત્રામા મોટી સંખ્યામા ભક્તો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ શિવમય બન્યુ હતુ.