સોજીત્રા: ડભોઉ ગામે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી શ્રી બી.બી.પટેલ હાઇસ્કૂલ ડભોઉ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ડભોઉ પ્રા.આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. મિતલબેન પરમાર, ગીરીશભાઇ સુથાર, ઇન્ચાર્જ સુપરવાઈઝર મુકેશભાઇ પરમાર, યુવરાજ વાધેલા, નયનાબેન પટેલ શાળાના આચાર્ય તુષારભાઇ પટેલ સમગ્ર સ્ટાફ તથા એન.એસ.એસ ના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડભોઉ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી પ્રસંગે પી.એચ.સી મેડિકલ ઓફિસર મિતલબેન પરમારે વિવિધ રોગો અંગે માહિતી આપી હતી અને આવી બીમારીથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપી હતી.

એન.એસ.એસના વિદ્યાર્થીઓએ લોક જાગૃતિ માટે વિવિધ રોગોના બેનરો સાથે રેલી ફેરવી હતી.

ખાસ રિપોર્ટ ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર મો ૯૯૨૪૦૯૫૨૮૭ / ૯૯૨૪૦૯૫૨૮૭