બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું નવા ગામ આ ગામનું જેવું નામ તેવુંજ કામ  આ ગામ કંઈક નવું કરવાની ભાવના ધરાવતું ગામ છે.આ ગામના 200 જેટલાં પરિવારો પોતાના ઘરે જમવાનું બનાવવા ચૂલા, કેરોસીન સગડી, ગેસ સિલિન્ડર કે LPG ગેસ લાઈનનો ઉપયોગ નથી કરતા તોય ગણતરીની મિનિટોમાં તૈયાર કરે છે સ્વાદિષ્ટ ભોજન તેનું મુખ્ય કારણ છે કે આ ગામના 200 જેટલાં પરિવારોની આધુનિકતા તરફ આગળ વધવાની પહેલ. જી હા આ ગામના 200 જેટલાં પરિવારોએ સરકારના સહયોગથી પોતાના ઘરે તૈનત કર્યા છે ગોબરગેસ પ્લાન્ટ. અને આ ગામના લોકો હવે પોતાના પશુઓના છાણ ઉકરડામાં છોડી દેવાની જગ્યાએ હવે પશુઓના છાણમાંથી જ પ્લાન્ટ થકી ઉત્પન્ન કરે છે ગોબર ગેસ અને આ ગોબર ગેસ થકી એક પણ રૂપિયાના ચાર્જ વિના પોતાના ઘરે તૈયાર કરે છે સ્વાદિષ્ટ ભોજન રાજ્યનું પ્રથમ એવુ ગામ છે કે જે ગામમાં 200 પરિવારોએ સરકારની આ યોજનાનો લાભ લઇ ગેસ સિલિન્ડરના ખર્ચ માંથી મુક્ત થવા અને પશુઓના ગોબરની ગંદકીથી ગામ મુક્ત