ધાનેરા આઇ.સી ડી.એસ કચેરીમાં ખાલી ડબ્બા તેમજ બારદાન અને ભંગાર બે મહિના અગાઉ બારોબાર વેચી મારવામાં આવ્યો હતો અને તે રુપિયા પણ બારોબાર ચાઉ કરી દીધા હોવાથી આ વાતો બહાર આવતા સમાચાર મીડિયામાં આવતા આ રૂપિયા તાત્કાલિક બેન્કમાં ભરવામાં આવ્યા હતા. તે સિવાય નારી સંમેલનના બીલો પણ બારોબાર સી.ડી.પી.ઓ.એ પોતાના નામે રોકડા ઉપાડી લીધા હોવા અંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ધાનેરા ખાતે આંગણવાડી ઓફિસની મુલાકાત લીધી હતી અનેતેમાં તેમને શંકા જતાં તેઓએ આ બાબતે તપાસ કરવા માટે આઇ.સી. ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરને સૂચના આપતાપ્રોગ્રામ ઓફિસર દ્વારા એક સ્પે. ટીમ બનાવવામાં આવી હતી. પાલનપુર સી.ડી.પી.ઓ.ની આગેવાનીમાં આ તપાસ ટીમને ધાનેરા ખાતે મોકલતાં તેઓએ આ બાબતે તપાસ હાથ ધરતાં ધાનેરા આંગણવાડી કચેરીમાં કામ કરતા કર્મચારી તેમજ આંગણવાડી સુપરવાઇઝરમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.