ડીસાના એક વર્ષના યુવીક પટેલના જન્મદિવસે પૂજ્ય જલારામ બાપાના ભજનનું કરાયું દિવ્ય આયોજન...!

     વર્તમાન સમયમાં જન્મદિવસ નિમિતે લોકો હોટલોમાં પાર્ટીઓ કરી બિનજરૂરી બેફામ ખર્ચા કરી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે ડીસાના પ્રદીપભાઈ જયંતીલાલ પટેલે સૌને એક નવો પ્રેરણાદાયી રાહ ચિંધ્યો છે.તેમણે તેમના એક વર્ષના દીકરા યુવીકના જન્મદિવસ નિમિતે તારીખ 23-3-2023 ગુરૂવારે પૂજ્ય શાસ્ત્રીજી ગૌશાળા ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનનું આયોજન કરી ગૌમાતાઓની સાક્ષીએ દીકરાનો જન્મદિવસ ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય રીતે ઉજવ્યો હતો.

    શ્રી જલારામ સત્સંગ મંડળનાં 244 માં ભજન પ્રદીપભાઈ પટેલ તેમજ સતીષભાઈ પટેલના ભાવપૂર્વકના નિમંત્રણને લીધે અજવાળી ચૈત્રી બીજના દિવસે ભોજન પ્રસાદ સાથેના ભજનનું આયોજન પૂજ્ય શાસ્ત્રીજી ગૌશાળામાં કરાયું હતું.આ દિવ્ય અવસરે પ્રયાગરાજના જાણીતા કથાકાર પૂજ્ય સત્યાજી મહારાજ તેમજ સુખદેવ સેવા સંસ્થાન ડીસાના કથાકાર પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભજન સ્વરૂપે ઉજવવામાં આવેલ જન્મદિવસનું યુ ટ્યૂબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.એક વર્ષના નાનકડા યુવીક પટેલ માટે જન્મદિવસ અભિનંદન ગીત શિલ્પાબેન ઠકકર,જ્યોતિબેન ઠક્કર, પૂજાબેન ઠકકર ,ૠત્વીબેન ઠકકર તેમજ ફેની પટેલે ગાયું હતું.

    આ દિવ્ય અવસરે યુવીક પટેલ સહિત પરિવારજનો સર્વ જયંતિભાઈ પટેલ,પુષ્પાબેન પટેલ,સતીષભાઈ પટેલ,સુરેખાબેન પટેલ,પ્રદીપભાઈ પટેલ,અંકિતાબેન પટેલનું જલારામ દર્શન ગ્રંથ,પૂજ્ય જલારામ બાપા તેમજ પૂજ્ય ગૌમાતાના મોમેન્ટોથી જલારામ સત્સંગ મંડળ તેમજ શાસ્ત્રીજી ગૌશાળાના સેવકો દ્રારા દબદબાભેર સન્માન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

    આ શુભ અવસરે સર્વ શશીકાંતભાઈ ડી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,મણીભાઈ પટેલ-શેઠ,નરેશભાઈ ઉદેચા,રમેશભાઈ પટેલ-વિકાસ,આર.ડી.ઠકકર,મહેશભાઈ ઉદેચા ,સુખદેવભાઈ લાડલી,સુભાષભાઈ ઠકકર સહિત અનેક જલારામ ભકતોએ ખાસ ઉપસ્થિત રહી યુવીક પટેલને અભિનંદન તેમજ આશીર્વાદ આપ્યા હતા.જન્મદિવસ નિમિતે ગૌસેવા હેતુ પૂજ્ય જલારામ બાપાના ભજનનું આયોજન કરવા બદલ પ્રદીપભાઈ પટેલ પરિવારની પટેલ સમાજ સહિત સમગ્ર સનાતન હિંદુ સમાજમાં જબરજસ્ત પ્રશંસા થઈ રહેલ