ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર મોડી રાત્રે રખડતા પશુના કારણે વધુ અકસ્માતની ઘટના સામે આવી છે. અચાનક રસ્તા વચ્ચે આખલો આવી જતા બાઈક ટકરાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમ્યાન મોત થયું છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા તાલુકાના આખોલ ગામે રહેતા 28 વર્ષીય દલપતભાઈ ઠાકોર ડેડોલ ગામે જઈ રહ્યા હતા અને રાત્રે તેઓ બાઈક લઈને માલગઢ પાસે હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તા આખલો વચ્ચે આવી જતા તેઓ ધડાકાભેર ટકરાયા હતા. આ અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પટકાતા તેમને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયા હતા.

આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં યુવકની હાલત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર માટે ખાનગી આઇસીયુ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતા પશુઓના કારણે રોજબરોજ અનેક અકસ્માતો સર્જાય છે અને અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે. ત્યારે રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સરકાર યોગ્ય અને સચોટ કાર્યવાહી કરે તેવી લોક માંગ છે.