ભારતીય ભૂમિ અને જળ સંરક્ષણ સંશિધન કેન્દ્ર વાસદ દ્વારા પ્રાથમિક કન્યા શાળા વાસદ ખાતે વિશ્વ જળ દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.વૈજ્ઞાનિક ડૉ.ગૌરવ સિંઘ, ડૉ.દિનેશ જિંગર, અને ટેકનિકલ ઓફિસર આનંદકુમાર અને વાસદ શાળાના વૈશાલીબેન દ્વારા પાણી બચાવો અને તેની ઉપયોગિતા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.નિબંધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યર્થીઓને પ્રમાણપત્રો અને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટેકનીશયન શ્રી રામ પ્રતાપએ કર્યું હતું.
(સલમાન પઠાણ- ખંભાત)