હાલોલ તાલુકા મામલતદાર મેહુલકુમાર ખાંટની સૂચના અને માર્ગદર્શન તેમજ તેઓના સહયોગ હેઠળ હાલોલ ની મસવાડ GIDC-2 ખાતે આવેલ વરિયા ફાર્મા કંપનીના કેમ્પસમાં જીઆઇડીસીમાં આવેલ વિવિધ નાની મોટી કંપનીઓમાં કામ કરતા કામદારો, કર્મચારીઓ સહિત શ્રમિકોના લાભાર્થે ઇ-શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કામદારો શ્રમિકો સહિતના લાગતા વળગતા લોકોએ પોતાના ઇ-શ્રમ કાર્ડ કઢાવી ઇ-શ્રમ કાર્ડ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે મસવાડ જીઆઇડીસી-૨ એસોસિયેશનના પ્રમુખ વિજયભાઈ પટેલ,ઉપપ્રમુખ પ્રકાશભાઈ પટેલ,ચીફ સેક્રેટરી પ્રતિકભાઇ વરિયા અને જોઈન્ટ સેક્રેટરી મિતેશભાઇ સંતોકીયા સહિત તાજેતરમાં એશોસિયેશનમાં નવનિયુક્ત થયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આગામી તારીખ 31મી માર્ચ સુધી રોજ ઇ-શ્રમ કાર્ડ કેમ્પ વરિયા ફાર્મા કંપનીના કેમ્પસમાં યોજાશે જે અંગેની માહિતી એસોસિયેશનના પ્રમુખ વિજયભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं