અમરેલી એલ.સી.બી.ટીમ તા.૨૨/૦૩/૨૦૨૩ નાં રોજ ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે,
એક ટાટા ઝેસ્ટ કાર ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી ખાંભા તરફ આવે છે,તેવી ચોક્કસ બાતમી આધારે
એલ.સી.બી.ટીમ ખાંભા પો.સ્ટે. નાં વાંકીયા ગામ પાસે વોચમાં રહી,
એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઈ
પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપી-
જનકભાઈ જીલુભાઇ વાળા, ઉ.વ.૨૩,રહે.પાદરગઢ, તા.ધારી, જિ.અમરેલી,
પકડવાના બાકી આરોપી -
યુવરાજભાઈ કનુભાઈ વાળા, રહે.ચલાલા, તા.ઘારી, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
(૧) મેક્ડોવેલ્સ નંબર- ૧, કલેક્શન વ્હીસ્કી ઓરીજનલની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ ૧૩૦ કિ.રૂ.૩૭,૫૭૦/-
(૨) રોયલ ચેલેન્જ, ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૮, કિ.રૂ.૧૨,૯૬૦/-
(૩) ઑલ સિન્સ, ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૩૬, કિં.રૂ.૧૧,૩૪૦/- મળી કુલ બોટલ નંગ- ૨૧૪ જેની કિ.રૂ.૬૧,૭૮૦/-તથા
એક ટાટા ઝેસ્ટ કાર રજી.નં.GJ03.BW0508 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા
એક મોબાઇલ ફોન જેની કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૭૧,૮૭૦/-નો મુદ્દામાલ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, જીગ્નેશભાઇ અમરેલીયા, ઘનશ્યામભાઇ મકવાણા, બહાદુરભાઇ વાળા તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા, લિલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.