અમદાવાદ શહેરમાં અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોને સરળતાથી ઇ-શ્રમ કાર્ડ મળે તે માટે આગામી 3 અને 4 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરમાં ખાસ દ્વિ – દિવસીય ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
Sponsored
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ ઝુંબેશ હેઠળ ૧૬ થી ૫૯ વર્ષની વયના અસંગઠીત શ્રમયોગીઓ યોજનાના લાભથી વંચિત નહીં રહે તે માટે અમદાવાદ શહેરના તમામ કોમન સર્વિસ સેન્ટર ખાતે આગામી બે દિવસ ત્રણ અને ચાર ઓગસ્ટના રોજ વિનામૂલ્યે ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવશે.
લાભાર્થી દ્વારા મોબાઇલ, આધારકાર્ડ અને બેંકની પાસબુક સાથે લાવવાની રહેશે. આ કાર્ડધારકને અકસ્માતના કેસમાં રૂ. ૨ લાખ તેમજ આંશિક વિકલાંગતાના કિસ્સામાં રૂ. ૧ લાખ સહાય આપવામાં આવે છે.