ગુનાની વિગતઃ-

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગઇ તા.૦૬/૦૮/૨૦૨૧ ના રોજ જયંતીભાઇ જીવણભાઇ કેરાલીયા, ઉ.વ.૬૦, રહે.ઢસા, કાચરડીરોડ, મહાવીર કોટેક્ષ જીર્નીંગ ફેકટીર, તા.લાઠી, જિ.અમરેલી વાળા

ઢસા ગામે બરોડા બેન્કમાંથી રૂ.૪૦,૦૦૦/- ઉપાડીને પોતાના મોટર સાયકલમાં મહાવીર કોટેક્ષ જીનિંગે જતા હોય,

તે દરમિયાન ઢસા - કાચરડી રોડ ઉપર બે અજાણ્યા માણસો મોટર સાયકલમાં આવી, ચાલુ મોટર સાયકલે જયંતીભાઇની નજીક આવી રસ્તા બતાવવાના બહાને વાતચીત કરી,

ચાલુ મોટર સાયકલે છરો કાઢી, જયંતીભાઇને બતાવી લુંટનો પ્રયાસ કરતા, જયંતીભાઇ એકદમ પોતાનું મોટર સાયકલ ઉભુ રાખી, રોડ ઉપર આવેલ ધર્મ કોટનમાં જતા રહેતા.

આ અજાણ્યા માણસો જયંતીભાઇની પાછળ ધર્મ કોટનના ગેઇટ સુધી છરો લઇને પાછળ દોડેલ,

 પરંતુ જયંતીભાઇ જોર જોરથી અવાજ કરવા લાગતા ધર્મ કોટનમાં કામ કરતા માણસો આવી જતા

આ અજાણ્યા માણસો મોટર સાયકલ લઇ નાસી ગયેલ હોય,

 જે અંગે જયંતીભાઇએ અજાણ્યા આરોપી વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા

દામનગર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૧૦૪૪૨/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૯૩, ૧૧૪ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.

ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ગંભીર અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ આ પ્રકારના ગંભીર અનીટેક્ટ ગુન્હાના આરોપીને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું.

જે અનુસન્ધાને અમરેલી એલ.બી.ટીમ દ્વારા ઉપરોક્ત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ

અને આજ રોજ તા.૨૨/૦૩/૨૦૨૩ નાં લાઠી દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન

લાઠી, ભવાની સર્કલ પાસેથી એક ઇસમને પકડી પાડેલ અને તેની પુછ પરછ કરતા ઉપરોકત લુંટનો પ્રયાસ કરેલ હોવાની કબુલાત આપતા

પક્ડાયેલ આરોપીને આગળની કાર્યવાહી થવા દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. -

પકડાયેલ આરોપીની વિગતઃ-

નિકુલ ઉર્ફે ડક્કર ઉર્ફે બુલેટ ચકુરભાઇ ભીંગરાડીયા, ઉં.વ.૨૨, રહે.સુરત, કામરેજ, ડાયમંડનગર, તા.જિ.સુરત,મુ. રહે.પાંચપીપળા, તા.પાલીતાણા, જિ.ભાવનગર,

પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન ખુલવા પામેલ હકીકતઃ-

પકડાયેલ આરોપી નિકુલ ચકુરભાઇ ભીંગરાડીયાની પુછ-પરછ દરમિયાન જણાવેલ કે આજથી આશરે બે વર્ષ પહેલા પોતે તથા પોતાનો મિત્ર સાવન ગઢીયા રહે.ગઢડા વાળા

એમ બન્ને ઢસા મુકામે એક વુધ્ધ વ્યક્તિ બેન્કમાથી રૂપિયા લઇને નિકળેલ હોય, તેની પાછળ મોટર સાયકલ લઇ ઢસાથી કાછરડી રોડ ઉપર ગયેલ

 અને માતંગી કોટન મીલ પાસે રસ્તામા બન્નેએ તે વ્યકતિને રોકતા તે વ્યક્તિ ભાગવા લાગેલ

 અને સાવન તેની પાછળ છરી લઇને દોડેલ હતો. આ વખતે ત્યાં મીલમા ઘણા માણસો આવી જતા

બન્ને પોતાની મોટર સાયકલ લઇને ભાગી ગયેલ હોવાનું જણાવેલ છે.

જે અંગે ખરાઇ કરતા દામનગર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૧૦૪૪૨ /૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૯૩, ૧૧૪ મુજબનો ગુનો રજી. થયેલ છે.

આ ઉપરાત સને ૨૦૨૧ના વર્ષમાં સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં આવેલ પ્રસંગ જ્વેલર્સમા પોતે તથા પોતાના ગામનો સંદિપ ડુંગરાણી બન્ને જ્વેલર્સની દુકાને છરી લઈને લુંટ કરવા ગયેલ, તેમા પોતે તે દુકાનના માલિકને ચાર પાંચ છરીના ઘા મારેલ હતા જે ખૂનની કોશિશના ગુનામાં પોતે પકડાઇ ગયેલ.

તેમજ સને ૨૦૨૧-૨૨ ના વર્ષમાં સુરત શહેરમાં કતારગામ, અમરોલી, ગોડાદરા, વરાછા, તેમજ વડોદરા શહેરના રાવપુરા, મકરપુરા તેમજ ભાવનગરના ભરતનગર તેમજ રાજપીપળા વિસ્તારમાંથી મોટર સાયકલોની ચોરીઓ કરેલ હોય, જેમાં સુરત પોલીસે પોતાને પકડેલ છે.

મજકુર આરોપીના નીચે મુજબની કોર્ટના પક્ડ વોરંટ ઇસ્યુ થયેલ છે.

(૧) નામ.૨૦મી એડી. જ્યુડી.મેજી.ફ.ક. કોર્ટ, સુરતના ફો.કે.નંબર ૧૮૬૯૧/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૩૭૯

(૨) નામ.૧૨મી એડી. ડીસ્ટ્રીક્ટ કોર્ટ, સુરતના ફો.કે.નંબર ૮૨૦/૨૦૨૨,આઇ.પી.સી. કલમ ૩૭૯

 (૩) નામ.૧૧માં જ્યુડી.મેજી.ફ.ક.કોર્ટ, ભાવનગરના ફો.કે.નંબર ૧૭૩૩/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯

(૪) નામ.જ્યુડી.મેજી.ફ.ક. કોર્ટ, વડોદરાના ફો.કે.નંબર ૨૨૩૬૬/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯

(૫) નામ.જ્યુડી.મેજી.ફ.ક. કોર્ટ, વડોદરાના ફો.કે.નંબર ૨૨૩૬૭/૨૦૨૨,આઇ.પી.સી. કલમ ૩૭૯

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-

પકડાયેલ આરોપી વાહન ચોરી, ખૂનની કોશિશ સહિત નીચે મુજબના ગુનાઓ પકડાયેલ છે. .

(૧) રાજપીપળા પો.સ્ટે. જિ.નર્મદા ગુ.ર.નં.૧૧૮૨૩૦૧૭૨૧૦૦૨૫/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

(૨) કતારગામ પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૧૨૧૦૦૧૨/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૩૦૭, ૪૫૨, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ,

(૩) કતારગામ પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૧૨૧૦૦૬૧/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

(૪) રાવપુરા પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૨૦૩૪૬/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

(૫) અમરોલી પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૪૨૨૧૩૩૭/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

(૬) ગોડાદરા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૪૨૨૦૦૬/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

 (૭) વરાછા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૧૨૫૦૩/૨૦૨૧,આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

(૮) વરાછા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૧૨૫૨૯/૨૦૨૧,આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

(૯) ભરતનગર પો.સ્ટે. (ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૮૨૨૦૦૩૧/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ,

(૧૦) વરાછા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૨૦૦૧૨/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

(૧૧) વરાછા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૨૦૦૫૩/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

(૧૨) મકરપુરા પો.સ્ટે.(વડોદરા શહેર)ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૨૦૫૯૩/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

 (૧૩)મકરપુરા પો.સ્ટે.(વડોદરા શહેર)ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૨૦૬૧૦/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઈજાની તથા પો.કોન્સ. નિકુલસિંહ રાઠોડ, રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.