(રાહુલ પ્રજાપતિ)

 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ વદરાડ ખાતે “મિશન મધમાખી” અંતર્ગત બાગાયત વિભાગ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને વેગ મળે તેમજ ખેડૂતો ખેતીની આવકની સાથે વધારાની આવક મેળવી શકે તે માટે મિશન મધમાખી થકી મધુ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે. જેના માટે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ વદરાડ ખાતે ખેડૂતોને એક દિવસે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ઇડર, ખેડબ્રહ્મા,પોશીના તાલુકાના વિવિધ ગામડાઓમાંથી તાલીમાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ તાલીમમાં બાગાયત અધિકારી ડી.સી.ચૌધરીએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લો પ્રાકૃતિક ખેતીમાં હરણફાળ ભરી રહ્યો છે. દરેક ગામમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરી ખેડૂતોને જીવામૃત ઘન જીવામૃત તેમજ બાગાયતી ખેતીમાં આવતા રોગો અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસ પરણી અર્ક વગેરે દવાઓ બનાવતા શીખવાડવામાં આવ્યું હતું.બાગાયત વિભાગના બીપીનસિંહ પઢિયાર દ્વારા ખેડૂતોને પ્લગ નર્સરી નું મહત્વ સમજાવ્યું હતું અને ખેતર ઉપર દવાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તેની સંપૂર્ણ સમજ આપી હતી. ખેડૂતોને ફીડબેક લઈ કાર્યક્રમ સંપન્ન કરવામાં     આ કાર્યક્રમમાં બાગાયત વિભાગના એમ.ડી.આચાર્ય તથા બાગાયત નિરીક્ષક એન.આર.ખાંડ ખેડૂતો તેમજ વદરાડના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.