પાટડી પંથકની બે બાળકોની માતા પર તેના જ સંબંધીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.મહિલાના મામાજીનો દીકરાએ વારંવાર દુષ્કર્મ આચરવાની સાથે આ વાત કોઇને કહી તો એના પતિ અને બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં પત્નિએ પતિ સાથે બજાણા પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી છે.આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના એક ગામમા રહેતી પરિણીતા દ્વારા બજાણા પોલીસ મથકે પોતાના મામાજીના દીકરા વિરૃદ્ધ ધમકી આપી અને વારંવાર દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પાટડી તાલુકાની એક પરણિત મહિલાને પોતાનો મામાજીનો જ દીકરો આશરે દોઢેક વર્ષ પહેલા પરિણીતાના ઘેર જઈને બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યું હતુ. અને દુષ્કર્મ કર્યા બાદ કોઈને કહીશ તો તારા છોકરાઓને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતો હતો. ત્યાર બાદ વારંવાર બે બાળકોની માતાના ઘેર જઈને બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજરાતો હતો. પરંતુ પરિણીતાને ગર્ભ રહેતા ઈસમને જાણ થતા મહિલાને ધમકી આપી હતી કે, તુ ગર્ભપાત કરાવી નાખ નહીંતર તારા છોકરાનું અને તારા પતિનું અપહરણ કરીને લઈ જઈશ.જેથી પરિણીતાને ડર લાગતા તે ઈસમ સાથે વિરમગામ જઈને ગર્ભપાત કરાવ્યો હતો. જેથી પરિણીતાએ બાદમાં પોતાના પતિને જાણ કરતા પોતાના પતિ દ્વારા ગામના પોતાના મિત્રને લઈને ઈસમને સમજાવવા જઈ અને સામાજિક લેવલે સમાધાન કર્યું હતુ. ત્યારબાદ ઈસમ ગામ છોડીને જતો રહ્યો હતો. પરંતુ ત્યારબાદ વિસેક દિવસમાં પાછો આવી અને પરિણીતાની છેડતી કરતો હતો. જેથી પરિણીતા અને તેના પતિ દ્વારા બજાણા પોલીસ મથકે દુષ્કર્મ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બજાણા પોલીસ મથકે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ અને ગુન્હો નોંધી વધુ કાર્યવાહી બજાણા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અરવિંદ કેજરીવાલએ અમદાવાદમાં ઓટો ડ્રાઈવરો ને શું કહી દીધું ???
અરવિંદ કેજરીવાલએ અમદાવાદમાં ઓટો ડ્રાઈવરો ને શું કહી દીધું ???
लहान मुलगा गेटवर चढून गेट काढताना
लहान मुलगा गेटवर चढून गेट काढताना
વિસનગર : રોડ પર સાઈડમાં જતી મહિલાને કારચાલકે ટક્કર મારતાં ગંભીર ઇજા; સારવાર દરમિયાન મહિલાનું મોત
વિસનગર : વિસનગર તાલુકાના ગુંજાળા ગામથી મેઘા અલિયાસણા જવાના રોડ પર સાઈડમાં ચાલતી મહિલાને અલ્ટો...
ધાનેરા તાલુકાની છીંડીવાડી પ્રાથમિક શાળા ને કરાઈ તાળા બંધી
ધાનેરા તાલુકાની છીંડીવાડી પ્રાથમિક શાળા ને કરાઈ તાળા બંધી
દિયોદર ની લીલાધર પ્રાથમિક શાળા ના...