અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષક નાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, શરીર સબંધી ગુના આચરતા ઈસમને પાસા હેઠળ પોરબંદર સ્પેશ્યલ જેલ ધકેલતી અમરેલી પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો

અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય,

અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓ દ્વારા અમરેલી જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શરીર-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને

ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકોને દાદાગીરી,ધાક ધમકી આપી ઇજાઓ કરી જાહેર વ્યવસ્થા ખોરવતા અને

ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઈસમો સામે પાસા-તડીપાર જેવા સખ્ત પગલા લઇ ગુન્હેગારોને કાયદાનું ભાન થાય અને

અમરેલી જીલ્લાના નાગરીકો સુખ શાંતિનો અહેસાસ થાય અને નિર્ભયપણે રહી શકે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય,

જે અન્વયે બગસરા પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. પી.બી.ચાવડા નાઓએ બગસરા વિસ્તારમાં શરીર સબંધી ગુનાઓ કરતા ઇસમ પ્રતાપભાઈ જગુભાઈ વાળા, ઉ.વ.૩૦, રહે.સરભંડા, તા.જિ.અમરેલી,વાળા 

વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલી નાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ, અમરેલી તરફ મોકલી આપેલ.

આવા ભયજનક વ્યક્તિની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં,

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા નાઓએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં,

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા.

પ્રતાપભાઈ જગુભાઇ વાળાને પાસા વોરંટની બજવણી કરી, પોરબંદર સ્પેશ્યલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

પાસા અટકાયતી પ્રતાપભાઈ જગુભાઇ વાળાનો ગુનાહિત ઇતિહાસઃ-

પાસા અટકાયતી પ્રતાપભાઈ જગુભાઇ વાળા વિરૂધ્ધમાં લુંટ, મારમારી સહિત નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.

(૧) બગસરા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૨૭/૨૦૧૫, આઇ.પી.સી. કલમ ૩૯૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ,

(૨) બગસરા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૨/૨૦૧૬, આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.

(૩) અમરેલી તાલુકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૭૫/૨૦૧૭, આઇ.પી.સી. કલમ ૩૫૪, ૩૫૪(બી), ૫૦૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૩(૧)(ડબલ્યુ)(૧)(૨) મુજબ. ૧૩૫ તથા એટ્રોસીટી એક્ટ લગ્ન ૩(૧)(સી), ૩(૨)(૫),

(૪) બગસરા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૨૦/ ૨૦૧૮,આઇ.પી.સી. કલમ ૩૯૪, ૩૯૭, ૩૨૩, ૩૨૪, ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.

(૫) બગસરા પો.સ્ટે. ૬. ગુ.ર.નં. ૫૫/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૦૧, ૧૨૦બી, ૩૪ મુજબ.

(૬) બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૧૦૫૬૦/૨૦૨૧. આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ.

(૭) બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૧૨૪/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૨)(વી), ૩(૧)(એ) મુજબ,

આમ, શરીર સબંધી ગુનાઓ આચરતા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.