વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો: હત્યાની આશંકા

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેથી કરીને આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને ડોગ સ્કવોડની મદદથી આરોપી સુધી પહોંચવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે તેમજ મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા કવાયત કરવામાં આવી રહી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવાવરુ જગ્યામાં યુવાનની ડેડબોડી પડી હોવા અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સોનારા તથા રાઇટર વિઠ્ઠલભાઈ સહિતનો સ્ટાફ ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો હતો અને મૃતક વ્યક્તિના ગળા ઉપર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે જેથી યુવાનની હત્યા કરવામાં આવી હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જોકે, મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે વાંકાનેર તાલુકા પોલિસી ટીમ કામ કરી રહી છે તેમજ આ બનાવમાં ફરિયાદ લેવા માટેની પણ તજવીજ ચાલુ છે તથા ડોગ સ્કવોર્ડની ટીમને પણ ઘટના સ્થળે લાવીને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે

રિપોર્ટ:સાહરૂખ સિપાઈ સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮