દિયોદર ના એક જાગૃત નાગરિક બાબુલાલ જે પટેલ (પ્રોપર્ટી ડીલર દિયોદર શિવ શક્તિ ડેવલોપર્સ રહે. બ્રાહ્મણ વાસ દિયોદર..)))) દ્વારા દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણને એક અરજી લખી છે. અને જેમાં દિયોદર શહેર ના વિકાસ લક્ષી મુદાઓ લખ્યા છે.આપ ને જણાવી દઈએ છીએ કે દિયોદર શહેર ના વિકાસ લક્ષી મુદાઓની યાદી માં કઈ બાબત નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ૧,, દિયોદર શહેરમાં ફીલ્ટર પીવાનુ પાણી પાઈપલાઈન થી મળે તેવી પીવાના પાણીની સુવિધા મંજુર કરાવવી,, ૨. દિયોદર શહેરમાં દિયોદર મથકે સરકારી કોલેજ આર્ટસ ,કોમર્સ , સાયન્સ સરકારી કોલેજ મંજુર કરાવવા બાબત,,૩. દિયોદર શહેરના તમામ રસ્તા , આર.સી.સી રોડ અને ડામર રોડ નવા બનાવવા,,૪. દિયોદર શહેરમાં સરકારી સામુહિક કેન્દ્ર - રેફરલ હોસ્પિટલોમાં અધતન બિલ્ડીંગ બનાવવી તેમા ગાયકોલોજીસ્ટ , જનરલસર્જન જેવા ડોકટરોની નિમણુક કરાવવી,,૫.દિયોદર શહેર ની હોસ્પિટલમાં સોનાગ્રાફી,,એક્ષરે મશીન,,લેબોરેટરી ની સુવિધા તેનું આયોજન મંજુર કરવું,,૬. દિયોદર જુના બસ સ્ટેન્ડમાં મુસાફરોને બેસી શકે તેવું નાનું પીક અપ સ્ટેન્ડ મંજુર કરાવવું,,૭. દિયોદર શહેરમાં સરકારી બાલમંદિર બંધ છે તે ચાલુ કરવા બાબત,, ૮. દિયોદર શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશન મથકે ચાલતી ટ્રેનોમાં દિયોદરનું સ્ટોપેજ મંજુર કરાવવું.જેવી કે ગાંધીધામ - જોધપુર ટ્રેનને દિયોદર રેલ્વે સ્ટેશન ટ્રેનનું સ્ટોપેજ મંજુર કરાવવું . ૯. દિયોદર શહેરને નગરપાલિકાનો દરજજો મળે તેવી રજુઆત કરવા બાબત,,૧૦. દિયોદર શહેર અને તાલુકા મથક દિયોદર ખાતે ઔગડ જિલ્લો બને તેવી તાલુકા પ્રજાજનોની માંગણી છે . ૧૧. દિયોદર ખાતે સરકારી લાયબ્રેરી મંજુર કરવા બાબતે રજુઆત કરવી..સહિત ના મુદા ની એક અરજી સોસીયલ મીડિયા માં વાયરલ થઈ છે...