ડ્રીમ વર્લ્ડ ફાઉન્ડેશન ખંભાત દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુરના સહયોગથી 42 ગામ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં દાતાઓએ ભાગ લીધો હતો તમામ રક્તદાતાઓને સન્માન પત્ર તથા ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના સ્થાપક અને પ્રણેતા મંજુબેન ભટ્ટ (હાલ કેનેડા) દીપકકુમાર ભટ્ટ (નિવૃત્ત આઇ.જી.પી) 42 ગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, ટ્રસ્ટી રાજેન્દ્રભાઈ વાઘેલા, તરૂણભાઇ વાઘેલા, મહેશભાઈ વાઘેલા, દક્ષેશકુમાર મકવાણા હાજર રહ્યા હતા.ફાઉન્ડેશનના યુવા કાર્યકર ધનવીન વાઘેલા અને જીનલ વાઘેલા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
(સલમાન પઠાણ-ખંભાત)