બનાસકાંઠા જિલ્લા માં તાપમાન નો પારો ગગડ્યો, ડીસા માં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું..
હવામાન વિભાગ દ્વારા 'કોલ્ડ વેવ'ની આગાહી..
(બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા)
ઉત્તરપૂર્વીય પવનો અને ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો છે. આજે ડીસામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી રહેતા લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા. જોકે હજુ પણ આગામીમાં 'કોલ્ડ વેવ'ની આગાહી હવામાન વિભાગ કરવામાં આવી છે..
તાપમાન માં ચાર ડિગ્રી નો ઘટાડો નોંધાયો..
ઉત્તરપૂર્વીય પવનો અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાની સીધી અસર ગુજરાત અને બનાસકાંઠામાં પણ થઈ રહી છે. આજે શનિવારે ડીસામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો હતો. ડીસામાં આજે લઘુતતમ તાપમાન 10 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. આ સીઝનમાં પ્રથમવાર તાપમાન નીચું ગયું છે. છેલ્લા બે દિવસમાં જ 'કોલ્ડ વેવ'ના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
વધુ ઠંડી નો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ..
અઠવાડિયા અગાઉ 14 થી 15 ડિગ્રી તાપમાન રહેતું હતું તે ઘટીને પારો 10 ડિગ્રી સુધી પહોંચી ગયો છે જેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે. લોકો રાતે તો ઠીક પરંતુ દિવસે પણ ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નિકળવાની નોબત આવી છે. રાત્રે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે અને દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નીકળી રહ્યા છે. જોકે આગામી સમયમાં હજુ પણ 'કોલ્ડ વેવ'ની સ્થિતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી લોકોએ હજુ પણ વધારે ઠંડીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ બની શકે છે.