ભવન્સ કૉલેજ ડાકોરમાં Academic Bank of Credit ID (ABC ID) અંગેનો વર્કશોપ યોજાયો.

ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્ર સંચાલિત ભવન્સ કૉલેજ ડાકોરનાં અનુસ્નાતક વિભાગ(M.A., M.Com., M.Sc.)માં તારીખ - ૨૦/૦૩/૨૦૨૩ નાં રોજ ભારત સરકારની નવી શિક્ષણનીતિ (NET-2020) અને સરદાર પટેલ યુનિવર્સિટીનાં પરિપત્ર મુજબ રાષ્ટ્રીય સ્તરની ક્રેડિટ ધરાવતી વિદ્યાર્થી કેન્દ્રિત અને તેમની શૈક્ષણિક ક્રેડિટ સંગ્રહિત કરવા માટેનાં અત્યંત ગતિશીલ ડિજિટલ પ્લેટફોર્મ જેનો મુખ્ય હેતુ સમગ્ર ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને સુગમતા કરવાનો છે. ભવન્સ કૉલેજના અનુસ્નાતક વિભાગમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં PG ઇન્ચાર્જ ડૉ. વિરલ પટેલે કાર્યક્રમની ભૂમિકા અને ABC ID(Academic Bank of Credit ID)ની આજના સમયમાં અનિવાર્યતા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. પ્રા.મનોજ પરમારે PPT નાં માધ્યમથી ABC ID કેવી રીતે login થાય તે પ્રેક્ટિકલી સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓના ABC ID બનાવવામાં મદદ કરી હતી. . પ્રા.મેહુલ વણકરે કાર્યક્રમની આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.કિંજલ યાદવે કર્યું હતું, મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રીપોર્ટર = અનવર સૈયદ.ઠાસરા.ખેડા