વૃક્ષ પ્રેમી..દિયોદર લગ્ન પ્રસંગે વાસણ ની જગ્યા એ વૃક્ષ ભેટ આપી નવો રાહ ચીંધ્યો.નવયુગલ પરિવારને જીવવા જળ ફળ પ્રાણવાયુ ને જડીબુટીઓ મળી રહે તેવો પ્રયત્નો.જો કોઈ ના ઘરે લગ્ન પ્રસંગ હોય તો મોટાભાગે લોકો ભેટ પેટે રકમ અથવા વાસણ અને સોના ચાંદીના દાગીના આપતા હોય છે અને તે પરમપરા વર્ષો થી ચાલતી આવી છે પરંતુ ઠાકોર સમાજ માં બનાસ ના વીર પુત્રો ગ્રુપ ની અનોખી પહેલ શરૂ કરી છે જેમાં દિયોદર ખાતે તાજેતરમાં ક્ષત્રિય જ્યોત તંત્રી અનુપજી ઠાકોર ની ભાણી અને ઠાકોર અણદાજી હરજીજી ની સુપુત્રી ના લગ્ન પ્રસંગે માં બનાસ વીર પુત્ર વીર વિરમજી ઠાકોર એ વન વિભાગ વિસ્તરણ રેન્જ ભાભર ના સહયોગ થી ગ્રુપ વતી સંસાર માં નવા બનતા પરિવાર ને જીવવા જળ ફળ પ્રાણવાયુ ને જડીબુટીઓ મળી રહે તે માટે વાસણ અને રોકડ ની જગ્યા એ વૃક્ષ ની ભેટ આપી સમાજ માં એક નવો રાહ ચીંધ્યો હતો જેમાં અનુપજી ઠાકોરે વર્તમાન સમય વૃક્ષ નું મહત્વ સમજાવ્યું હતું વૃક્ષ વાવો અને વૃક્ષ નું જતન કરો તેવી પણ અપીલ કરી હતી.