ખંભાત તાલુકાના ખંભાત તાલુકાના દહેડા ગામે અનુસૂચિત જાતિ સહકારી ખેતી અને ઉત્પાદક સંઘ લિમિટેડ નામની સંસ્થા આવેલી છે.જેમાં પૂર્વ ચેરમેન દ્વારા અંગત કામ માટે સંસ્થાના રૂપિયા 2.50 લાખ વાપરી નાખતા વર્તમાન ચેરમેને ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે
મળતી માહિતી મુજબ ખંભાત તાલુકાના દહેડા ગામમાં અનુસૂચિત જાતિ સહકારી ખેતી અને ઉત્પાદક સંઘ લિમિટેડ નામની સંસ્થા આવેલી છે જેમાં અરવિંદભાઈ મકવાણા નામના પૂર્વ ચેરમેન તરીકે એક એપ્રિલ 2021 થી માર્ચ 2022 સુધી ફરજ બજાવતા હતા ફરજકાળ દરમિયાન તેઓએ ૨.૫૦ લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી અંગત કામ માટે વાપરી નાખ્યા હતા.જે સમગ્ર મામલો ઓડિટ દરમિયાન બહાર આવતા વર્તમાન ચેરમેન નરેશભાઈ જાદવે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદને આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી કરી છે.
(સલમાન પઠાણ-ખંભાત)