મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ, સાહેબ રાજકોટ વિભાગ –રાજકોટ તેમજ શ્રી નિતેશ પાંડેય
સાહેબ, પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા દ્વારા ગેરકાયદેસર હથીયારો ધરાવતા અસામાજીક તત્વોની માહીતી મેળવી, મળી
આવ્યે તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી પી.સી.સીંગરખીયા ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકાનાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. જે અનુસંધાને ગઇ તા. ૧૯/૦૩/૨૦૨૩ના રોજ એ.એસ.આઇ,ઇરફાનભાઈ આદમભાઇ ખીરાની સાથે પોલીસ હેડ કોન્સ, જીતુભાઇ મેરામણભાઇ હુણ, કિશોરસિંહ ભગુભા જાડેજા, ડ્રાઇવર પોલીસ કોન્સ જગદીશભાઇ લાખાભાઇ કરમુર એ રીતેના એસ.ઓ.જી. સ્ટાફના માણસો એસ.ઓ.જી.લગત કામગીરી સબબ ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ.ઈરફાનભાઇ આદમભાઇ ખીરા તથા પોલીસ હેડ કોન્સ, જીતુભાઇ મેરામણભાઇ હુણને
ખાનગીરાહે વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્તમાં બાતમી હકિકત મળેલ કે રાજુભાઈ દેવશીભાઈ ખીંટ, રહે.બોળકી ગામ,
તા.ભાણવડ, વાળો ઇસમ ટ્રક ડ્રાઇવીંગ દરમ્યાન બીજા રાજ્યમાંથી ગે.કા. રીતે સક્ષમ અધિકારીના પાસ પરવાના વગરના દેશી
હાથ બનાવટનો ઉપરથી ભરવાનો કટ્ટો (અગ્નિશસ્ત્ર) લઈ આવેલ છે અને હાલ તે કટ્ટો લઈને બોળકી ગામમાં તેના ઘરની સામે
પાણીના ટાંકા પાસે ઝાડ નીચે બેઠેલ છે આમ, હકીકત મળતા તુરત જ જરૂરી કાર્યવાહી કરી હકિકત વાળી જગ્યાએ આવતા બોળકી ગામથી ધારાગઢ ગામે જતા રોડના ખુણા ઉપર પાણીના ટાંકા પાસે આવેલ ઝાડ નીચે એક ઇસમ બેઠેલ હોય જેના કબ્જામાં એક દેશી હાથ બનાવટનો ઉપરથી ભરવાનો કટ્ટા (અગ્નિશસ્ત્ર) મળી આવેલ જેથી તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ રાજુભાઇ સ.ઓફ દેવશીભાઇ દેવાભાઇ ખીંટ, હિન્દુ ભરવાડ, ઉં.વ.૩૮, ધંધો.ડ્રાઇવીંગ, રહે.બોળકી ગામ, ભરવાડ પાળો, રોડના કાંઠે, તા.ભાણવડ, જીલ્લો.દેવભૂમિ દ્વારકા વાળો હોવાનુ જણાવેલ તેમજ મજકુર ઇસમના કબ્જમાં રહેલ દેશી હાથ બનાવટનો ઉપરથી ભરવાનો કટ્ટો (અગ્નિશસ્ત્ર) રાખવા અંગે કોઇ સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવતા પાસ પરવાનો હોય તો રજુ કરવાનુ બનાવટનો ઉપરથી ભરવાનો કટ્ટો (અગ્નિશસ્ત્ર) રાખવા અંગે મજકુર ઇસમ વિરૂધ્ધમાં હથીયારધારા કલમ ૨૫(૧-બી)(એ) મુજબનો ગુન્હો ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી વધુ તપાસ અર્થે સોપી આપેલ છે.
કહેતા પોતાની પાસે આવો કોઇ પાસ પરવાનો નહીં હોવાનું જણાયેલ જેથી ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખેલ દેશી હાથ
પકડાયેલ આરોપી :-
(૧) રાજુભાઇ સ.ઓફ દેવશીભાઇ ખીંટ, ઉં.વ.૩૮, ધંધો.ડ્રાઇવીંગ, રહે.બોળકી ગામ, ભરવાડ પાળો, રોડના કાંઠે, તા.ભાણવડ, જીલ્લો.દેવભૂમિ દ્વારકા
કામગીરી કરનાર ટીમ :-
(૧) શ્રી પી.સી.સીંગરખીયા, ઇન્ચા,પોલીસ ઇન્સપેક્ટર,
(૨) શ્રી ઇરફાનભાઇ ખીરા, એ.એસ.આઇ., (૩) શ્રી જીતુભાઇ હુણ, પોલીસ હેડ કોન્સ.
(૪) શ્રી કિશોરસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ.
(૫) શ્રી જગદીશભાઈ કરમુર, પોલીસ કોન્સ..