માનવ જીવનનું કલ્યાણ અર્થે લસણપોરના જંગલ વિસ્તારમાં આવેલ સંકટ મોચન હનુમાન દાદાના ધામ ખાતે ચાલી રહેલ રામકથાના સ્મરન અર્થે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ કથાનો લ્હાવો લીધો હતો લસણપોરના જંગલ વિસ્તારમાં આવેલ સંકટ મોચન હનુમાન દાદાનું સુંદર રમણીય વાતાવરણમાં મંદિર આવેલ છે.આ પૌરાણિક મંદિર ખાતે પ.પૂ.હરિહરદાસ ગીરીશબાપુની રામકથા તા.18 થી 26 માર્ચ દરમ્યાન ચાલી રહેલી આ ભક્તિમય અવસરનો લ્હાવો લેવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા સંકટ મોચન હનુમાન દાદાના ધામમાં પહોંચી રામકથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી.
લસણપોર સંકટ મોચન હનુમાન મંદિરચાલતી રામકથાનો લ્હાવો લેવા પહોંચ્યા મહુવા170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા
