ખેડબ્રહ્મા કોલેજમાં પોલીસ ભરતી તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો ડી.ડી.ઠાકર આર્ટ્સ એન્ડ કે.જે.પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મામાં તા.૨૦-૩-૨૦૨૩ના રોજ પોલીસ ભરતી તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય શ્રી વી.સી.નીનામાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલકુમાર વાઘેલા અધ્યક્ષીય પ્રવચન કરી તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. જયારે DY.S.P.,હિંમતનગર સુશ્રી પાયલ સોમેશ્વર, શ્રી જેઠાભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ, ખેડબ્રહ્મા અને અમર શોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટનાશ્રીદાનિભાઈએ પ્રાસંગિક ઉદબોદન કર્યા હતા. કાર્યક્રમમાં શ્રી સ્મીત ગોહિલ, DY.S.P. ઇડર, શ્રી પી.જે.પટેલ, પી.આઈ. હિંમતનગર અને શ્રી જયેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમાર્થીઓને પોલીસ ભરતીની તૈયારી માટે ચાર પુસ્તકોનો સેટ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. હરપાલસિંહ એચ.ચૌહાણે કર્યું હતું.