પાવાગઢ મંદિરમાં આજથી છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પાવાગઢ માચી ખાતે શ્રીફળ વઘેરવા અલાયજી વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢ માચી ખાતે નારીયેળ વધેરવા માટે મંદિર ટ્રસ્ટે મશીન મુક્યું છે. પાવાગઢ મંદિર પરિસરમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો મંદિરમાં ફક્ત આખું શ્રીફળ જ લઈ જઈ શકશે. ભક્તો મંદિરની નીચે ઉતરીને જ છોલેલું શ્રીફળ વધેરી શકશે. જો વેપારીઓ દ્વારા છોલેલું શ્રીફળ વેચવામાં આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ચોટીલા મંદિરનો મોહનથાળનો પ્રસાદ બંધ થતા વિવાદ થયો હતો ત્યારે પાવગઢમાં પણ આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મંદિરના ટ્રસ્ટીઓએ વોટ્સએપથી આ નિર્ણય જાહેર કર્યો હતો. ભક્તો આખું શ્રીફળ માતાજીને ઘરાવીને ઘરે જઈ શકશે તે પ્રકારે ફરમાન કરાયું છે. ત્યારે ભાવી ભક્તોમાં પણ આ કારણે નારાજગી જોવા મળી શકે છે. આ મામલે શ્રદ્ધાળુઓમાં અને વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નવા ટ્રસ્ટી મંડળની રચના બાદ લેવાયેલા નિર્ણયલમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય આજથી અમલી બનશે. અંબાજીમાં પ્રસાદને લઈને વિવાદ સમ્યો છે ત્યારે આ દરમિયાન એક ધાર્મિક સ્થળનો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો છે.