આજ રોજ તારીખ 19/03/23 ને રવિવાર ના રોજ ગળતેશ્વર તાલુકાના વાડદ ગામમાં ઠાસરા- ગળતેશ્વર તાલુકા શેખ સમાજ ના સંગઠન નું સ્નેહ મિલન સમારંભ નુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ સંમેલન મા સમાજ ના આગેવાનો, અને અનુભવીઓ એ પોતાના અનુભવ ની નવ યુવાનો સાથે વૈચારિક આપ લે કરી હતી.આ સ્નેહ સંમેલન મા સૈયદ કલંદર બાદશાહ બાવા પાલી,જનાબ સખી બાવા, મૌલાના તાજુંદ્દીન, સૈયદ હાજી ફરીદમીયા મુખી -રામોલ, એમ યુ મિર્ઝા સાહેબ (નિવૃત dysp-આણંદ, કાદરખાન પી પઠાણ(નિવૃત,asi-આણંદ ), સૈયદ મો.સફી (mk ટાન્સપોર્ટ, માલવણ, શેખ હાજી હસનમીયા આર (નિવૃત નાયબ મામલતદાર ), શેખ હાજી અકબર મિયાં એમ (નિવૃત જિલ્લા તિજોરી અધિકારી ), અસગર ભાઈ શેખ ડાકોર,મહાનુભાવો હાજર રહ્યા હતા તેમજ ઠાસરા ગળતેશ્વર તાલુકાના 28 જેટલાં ગામોના પ્રમુખ-ઉપ પ્રમુખ -મંત્રી -મહામંત્રી ઓ અને તાલુકા લેવલ કારોબારી સભ્યો અને આજુબાજુ ના ગામના વડીલો યુવાનો ખુબ જ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. સંગઠ નો હેતુ સમાજ નો વિકાસ અને શૈક્ષણીક પ્રગતિ કરે એવુ અસગર ભાઈ કન્વીનર શ્રીએ જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન અલ્લારખા શેખ અને આશિકહુસેન માસ્ટર સાહેબે કરિયું હતું,

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર