ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાયકલોનિક સર્ક્યુલેશનની અસરના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બે દિવસ અગાઉ પણ વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી ભાવનગર ના આકાશમાં કાળા ડિબાગ વાદળોની ફોજથી આવી હતી.લગભગ બપોર સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ માહોલ સર્જાયો હતો 

        આ વરસાદી માહોલમાં આફત રૂપ બનીને આવેલી આકાશી વીજળી સાબિત થઈ હતી. જેમાં ભાવનગર જિલ્લામાં તળાજાના ટીમાણા ગામે પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ બારૈયાના મકાન પર વીજળી પડતાં મકાન સહિત ટીવી, ફ્રીઝ, જેવી ઘરવખરીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું

   મળતી માહિતી પ્રમાણે તળાજાના ટીમાણા ગામે લાગેલી આગમાં ટીવી ફ્રીઝ કબાટ કપડા તેમજ કેશ મૂડી પણ રાખ થઈ જવા પામી હતી વીજળી પડ્યા બાદ ઘરમાં આગ લાગી જતા ઘરવખરી બળી જતા મોટા પ્રમાણમાં નુકસાન થયું 

        આ સમયે પ્રવીણભાઈ બારૈયા ખેતી કામ અર્થે વાડીએ ગયેલા તે સમય દરમિયાન તેમના ઘર પર વીજળી પડતા નળિયાવાળા દેશી મકાનમાં, ટીવી, ફ્રીઝ, કપડા, અનાજ, તેમજ રોકડ રૂપિયા સહિત રૂપિયા 70 હજારનો ઘરવખરીનો સામાન બળીને ખાખ થયો

      આ વીજળી પડવાથી મકાનમાં આગ હતી જે આગનો ધુવડો ગ્રામજનો દેખાતાં તેઓએ તાત્કાલિક ધોરણે ઓલવાની કામગીરી કરી હતી.આ લાગેલી આગની અંગે પ્રવીણભાઈ બારૈયાએ ગામના તલાટી મંત્રી હર્ષદભાઈ ધાંધલીયાને જાણ કરી કે ઘર પર વીજળી પડતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો આ બાબતે સરકાર આ ઘટના ધ્યાન લે અને સહાય કરે તેવી રજૂઆત કરી હતી