શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડા- શાળાના એન.એસ.યુનિટ અને સાંસ્કૃતિક સમિતિ દ્વારા "હર ઘર તિરંગા" કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઇ,જેમાં શાળા પરિવારના દરેક કર્મચારીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા,આર્ટ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા, ગીત સ્પર્ધા અને દોડ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી. જેમાં અનુક્રમે જ્યોતિકાબેન, વિપુલ, શિવાની, કિશન, ચિરાગ, હિરલ, વિક્રમ, ધરતી, હેતલ, વિશાલ, દર્શના,પિનલ,ચિરાગ,સચિન,મેઘના,વૈશાલી, સચિન, અને રાજેશ પ્રથમક્રમે આવેલ છે. શાળાના આચાર્ય ડી.પી.પટેલે “હર ઘર તિરંગા" વિષે તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તથા દરેક વિદ્યાર્થીએ રાષ્ટ્રીયધ્વજ પોતાના ઘરે તા-13 થી 15 ઓગષ્ટ સુધી ફરકાવી “હર ઘર તિરંગા” કાર્યક્રમને સફળ બનાવવા હિમાયત કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય ડી.પી પટેલે વી.ડી.પરમાર, જે.આર.ડાભી તથા સમસ્ત શાળા પરિવારનો આભાર માની -અભિનંદન પાઠવ્યા હતા