ડીસા કોલેજના ચેમ્પિયન અને નેશનલ રમેલ ખેલાડીઓનું કરાયું સન્માન..

 ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસા યુનિવર્સિટીમાં રમત ગમત ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા ધરાવે છે.ડીસાકોલેજયુનિવર્સિટીમાં આ વર્ષે સોફ્ટબોલ બહેનો ચેમ્પિન, ફેન્સિંગ ચેમ્પિયન, યોગાસન સિલ્વર મેડલ,ક્રોસકન્ટ્રી દોડ સિલ્વર મેડલ, સેપકટકરાવ સિલ્વર મેડલ,યોગાસન બહેનો બ્રોન્ઝ મેડલ, ત્રિપલ જમ્પ, અને લોંગ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જેવી અનેક રમતોમાં સુંદર પ્રદર્શન કર્યું છે .આ ઊપરાંત કોલેજના ખેલાડીઓએ ઉચ્ચ પરફોર્મન્સ આપી અનેક રમતો જેવીકે ઠાકોર અજમલ ક્રોસ કન્ટ્રી બેંગલોર, સોલંકી મહેશ ખોખો રાજસ્થાન, માજીરાણા મહેશ ફૂટબોલ મધ્ય પ્રદેશ, ઠાકોર તેજમલ ફૂટબોલ મધ્ય પ્રદેશ, યશ જાની ક્રિકેટ રાજસ્થાન, ચાવડા મૈત્રી ફેન્સીંગ જમ્મુ, માલી પ્રિયા ક્રિકેટ ભુવનેશ્વર ઓરિસ્સા, પઢિયાર કેયુર સોફ્ટબોલ ચંદીગઢ, સિસોદિયા નેન્સી સોફ્ટબોલ ચંદીગઢ, ગેલોત અલકા સોફ્ટબોલ ચંદીગઢ, પાલીવાલ વિના સોફ્ટબોલ ચંદીગઢ અને શિવાની સુથાર સોફ્ટબોલ ચંદીગઢ આમ આ તમામ ખેલાડીઓ ભારતના જુદાં જુદાં રાજ્યોમાં નેશનલ કક્ષાએ રમી આવી ડીસા તથા બનાસકાંઠાનું નેશનલ લેવલે ગૌરવ વધારેલ છે.આ તમામ ખેલાડીઓ નું કોલેજના ટ્રસ્ટીશ્રી આશુતોષભાઈ પટેલના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માન કરાયુ અને કોલેજ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર આર.ડી ચૌધરીને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન આપેલ..