પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે એક યુવકને રાત્રે સાપ કરડતા સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો કે, ત્યાં સારવાર યોગ્ય ન લાગતાં અસરગ્રસ્તને ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પાલનપુર તાલુકાના કુંભાસણ ગામમાં રહેતા હિતેશભાઈ ગોવિંદભાઈ પરમાર રાત્રે ગામમાં કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક તેમને હાથના અંગુઠા પર સાપ કરડ્યો હતો. સાપ કરતા યુવકની હાલત કથળવા લાગી હતી. બનાવને પગલે તેમના પરિવારજનોએ દોડી આવી તેમને સારવાર માટે તરત જ પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પાલનપુર સરકારી હોસ્પિટલમાં હરેશ પન્ના તરત જ દાખલ કરી બોટલ ચડાવી હતી પરંતુ ત્યાર બાદ દર્દી પર પૂરતું ધ્યાન ન આપતા હોવાથી અસરગ્રસ્ત હિતેશભાઈના પરિવારજનોએ તેમને તાત્કાલિક અને સારી સારવાર મળી રહે તે માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અત્યારે અસરગ્રસ્ત હિતેશભાઈ પરમાર સારવાર હેઠળ છે.