થરાદ તાલુકા ના રાહ ગામમા આવેલ નેશનલ આર્ટ્સ કોલેજ માં 108 એમ્બ્યુલન્સ દ્વારા ડેમો સેશન્સ કરવામાં આવ્યુ.
થરાદ તાલુકાની રાહ કોલેજ માં ભણતા વિધાથીઓને 108 એમ્બ્યુલન્સનો કઈ રીતે ઉપયોગ કરવો 108 એ કઈ રીતે કામ કરે છે તેના વિશે વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા.108 એમ્બ્યુલન્સમાં આવતા સાધનો, દવા, સ્ટ્રેચર, ઑક્સિજન અને કેશ આવે તેના પ્રમાણમાં કેવી તૈયારી અને કેવી સારવાર આપવામાં આવે છે.તેની વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા.આ રીતે રાહ 108 માં ફરજ બજાવતા ઈ એમ ટી અશોકભાઈ સાધુ અને પાયલોટ ભરતભાઈ દ્રારા ડેમો સેશન્સ કરીને 108 નો ઉપયોગ કરવો જોઈએ બીજા ને પણ 108 એમ્બ્યુલન્સ નો લાભ લેવડાવવો જોઈએ અને 108 સિટીઝન એપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ તેથી 108 એમ્બ્યુલન્સનો જડપી અને નજીક ની એમ્બ્યુલન્સ નો લાભ લઈ શકાય. ત્યારે કોલેજ ના આચાર્ય તથા સમગ્ર સ્ટાફએ 108 ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.