પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિ.જે.રાઠોડ અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હાલોલ વિભાગ આર.એ.જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઘોઘંબા પંથકમાંથી દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા રાજગઢ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એલ.ગોહિલે કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત પી.એસ.આઈ.એમ.એલ.ગોહિલને બાતમી મળી હતી કે ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે આવેલ નવા વાસિયા ફળિયા ખાતે રહેતા બુટલેગર દર્શનભાઈ મંગલિયાભાઈ રાઠવા સંજયભાઈ દર્શનભાઈ રાઠવા અને પ્રકાશભાઈ ચતુરભાઈ બારીયા ભેગા મળી દર્શનભાઈ રાઠવાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખી તેને સગેવગે કરવાની પેરવીમાં છે જે બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ અને પી.એસ.આઈ. એમ.એલ. ગોહિલ સહિતની પોલીસ ટીમે દર્શનભાઈ રાઠવાના રહેણાંક મકાનમાં છાપો મારી તેઓના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની તેમજ બિયરની નાની મોટી બોટલો મળી કુલ 744 નંગ બોટલો જેની અંદાજી કિંમત 2,29,620/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો તેમજ 1 મોબાઈલ મળી કુલ 2,36,620/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય બુટલેગર દર્શનભાઈ, સંજયભાઈ, અને પ્રકાશભાઈ સામે રાજગઢ પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો જેમાં રાજગઢ પોલીસે પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.