જુનાડીસા સેવા વસ્તીમાં મીઠાઈ વિતરણ કરવામાં આવી,

સનાતનની સમાજના પવિત્ર તહેવાર દિવાળી તેમજ નવા વર્ષ નિમિત્તે આજરોજ ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં સેવા વસ્તીમાં જુનાડીસા હિન્દુ યુવા મિત્ર મંડળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જુનાડીસા ના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ ટીમો બનાવીને ૨૦૦ કિલોગ્રામ એટલે કે 400 પેકેટ મિઠાઈ નુ વિતરણ ઘેર ઘેર જઈને કરવામાં આવ્યું તેમજ પરિવારોને દિવાળી અને બેસતા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી,

 જેમાં શ્રી રાધે ક્રિષ્ના ગૌશાળાના સંત ભરતગીરીજી મહારાજ, જયેશભાઈ દેસાઈ, મહેશભાઈ પ્રજાપતિ, ડો. રાકેશભાઈ પટેલ, રવિભાઈ દરબાર, વિપુલભાઈ દેસાઈ વશરામજી ઠાકોર, પ્રવિણભાઇ દેસાઈ, ગોપી મેવાડા, વિષ્ણુભાઈ મેવાડા, હર્ષદભાઈ મોદી, રાહુલભાઈ રાવળ, શૈલેષભાઈ મેવાડા સંજયભાઈ મેવાડા, પ્રભુભાઈ મેવાડા, વિશાલભાઈ પ્રજાપતિ, સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા,