અમરેલી જિલ્લાના ખેડૂતોને ડ્રોન ટેકનોલોજીથી પ્રવાહી ખાતરનો છંટકાવ કરાવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી 

જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા ડ્રોનથી ખાતરનો છંટકાવ કરાવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી 

અમરેલી, તા.૦૬ ઓગસ્ટ (શનિવાર) સમગ્ર દેશમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના ભાગરુપે ખેતીમાં વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવાના પ્રયોગો થઈ રહ્યા છે. આ દિશામાં પાક સંરક્ષણ માટે ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન) દ્વારા પ્રવાહી ખાતરો અને દવાનો છંટકાવ એક ક્રાંતિકારી પગલું છે. અમરેલી જિલ્લામાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઈફકો માન્ય પ્રવાહી નેનો યુરિયા/જૈવિક ખાતરના છંટકાવ માટે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પરથી આગામી તા.૨૬-૦૮-૨૦૨૨ સુધી આ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ અરજી કરવા માટે ખેડૂતોએ www.ikhedut.gov.in પરથી અરજી કરવાની રહેશે. આ અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ મેળવીને તે પાસે રાખવાની રહેશે. વળી, ખેડૂતોએ ઓનલાઈન કરી હોય તેવી આ અરજીની પ્રિન્ટ કોઈ પણ જગ્યાએ જમા કરાવવાની નથી. અરજીની મંજૂરી મળ્યા બાદ નિયમોનુસાર છંટકાવની કામગીરી કરવાની રહેશે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી