ગૌ સમિતિ ડીસા દ્વારા બીમાર ગાયના વાછરડા માટે તાબડતોબ પશુ વાન મોકલી માનવતાનું ઉત્કુષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ.
દાંતીવાડા તાલુકામાં આવેલ કોલોની ખાતે છેલ્લા 4 દિવસથી ગૌમાતાનું વાછરડું બીમાર હતું જે ઉભું થઇ શકવાની પરિસ્થિતિમાં પણ નહોતું જેની પ્રાથમિક સેવા છેલ્લા 4 દિવસથી રાવ કમળા બેન જીવાજી દ્વારા કરવામાં આવેલ પરંતુ વાછરડા ની તબિયત વધારે બગડતા ગૌ સમિતિ ડીસા ને જાણ કરતા તાબડતોબ પશુ વાન મોકલી વાછરડાની આગળની સારવાર માટે લઇ ગયેલ તેમજ માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ જેનાથી સોસાયટીના લોકો દ્વારા ગૌ સમિતિ ડીસા નો આભાર વ્યક્ત કરેલ તેમજ ગાડીના ડ્રાઈવર રઘુભાઇ ઠાકોરનો પણ આભાર વ્યક્ત કરેલ.