આપ' પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સરકારી કર્મચારીઓની માંગણીઓ લઈને મુખ્યમંત્રીને પત્ર લખો.

*સરકારને મારી અપીલ છે કે આવનારા સાત દિવસમાં સરકારી કર્મચારીઓની માંગણીનો ઉકેલ લાવવામાં આવે: ગોપાલ ઇટાલિયા*

*કર્મચારીઓની માંગણી સાત દિવસમાં પૂરી નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી ત્રણ મહિના બાદ કર્મચારીઓની માંગણી પૂરી કરશે: ગોપાલ ઇટાલિયા*

*ગુજરાતના સરકારી કર્મચારીઓની માંગણીને આમ આદમી પાર્ટી સમર્થન આપે છે: ગોપાલ ઇટાલિયા*

*ગુજરાતના મહેનતુ કર્મચારીઓ સાથે અન્યાય થાય તે યોગ્ય નથી: ગોપાલ ઇટાલિયા*

*અમદાવાદ/ગુજરાત*

ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ ઘણા સમયથી ‘જૂની પેન્શન યોજના’ ની માંગણી સાથે આંદોલન ચલાવી રહ્યા છે આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખીને સરકારી કર્મચારીઓ ની માંગણીયો પૂરી કરવાની અપીલ કરી. ગોપાલ ઇટાલીયા એ આ પત્રમાં જણાવ્યું કે, ગુજરાતમાં વિવિધ સંવર્ગ અને વિભાગના સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજનાની માંગણીને લઈને આંદોલન કરી રહ્યા છે. જીલ્લા વાઈઝ રેલીઓ કાઢીને તેમજ સોશિયલ મિડીયા અને મીડિયાના માધ્યમથી પણ તેઓની રજૂઆત કરી ચુક્યા છે પરંતુ વર્ષોથી સત્તામાં હોવાના કારણે સરકારના કાન બહેરા થઈ ગયા છે એટલે આજદિન સુધી કર્મચારીની માંગણીઓ સ્વીકારવામાં આવી નથી.

ગઈકાલે રાત્રે સરકારે કર્મચારીઓના સંગઠનોમાં ભાગલા પડે એવું નિમ્ન કૃત્ય કરીને કર્મચારીઓના સંગઠનમાં વિભાજન કરવાનો પ્રયત્ન કરીને ભાજપ સરકારે અંગ્રેજો જેવી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. સરકારની ભાગલા પાડવાની નીતિના વિરોધમાં અને જૂની પેન્શન યોજના બહાલ કરવાની માંગણી સાથે કર્મચારીઓએ આજે રાજ્યભરમાં માસ સી.એલ ઉપર ઉતરીને કામથી અળગા રહ્યા હતા.

ગુજરાતને સમૃદ્ધ અને વેગવંતુ બનાવવામાં સરકારી કર્મચારીઓનું પાયાનું યોગદાન રહેલું છે. સરકારી કર્મચારીઓએ સરકારની તમામ નીતિઓ કે યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે ત્યારે કર્મચારીઓને અન્યાય થાય તે યોગ્ય નથી. ગુજરાતના સરકારી કમર્ચારીઓની માંગણીને આમ આદમી પાર્ટી સમર્થન કરે છે.

ગુજરાતની ભાજપ સરકારને વિનંતી છે કે, આવતા દિવસ-7માં કર્મચારીઓની માંગણીનો ઉકેલ લાવવામાં આવે, જો દિવસ-7માં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં નહિ આવે તો આવનારા ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ‘જૂની પેન્શન યોજના' તાત્કાલિક લાગુ કરવાની ગેરંટી આપે છે.

*આમ આદમી પાર્ટી ગુજરાત*