અમરેલી જીલ્લામાં બનતા સાયબર ક્રાઈમ સબંધિત ગુનાઓના આરોપીને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સાયબર ક્રાઈમ પો.સ્ટે. ને મળેલ માર્ગદર્શન અનુસાર

પરીણામલક્ષી કામગીરી કરી સાયબર ક્રાઈમ સબંધિત પ્રવૃતિ અટકાવવા નાયબ પોલીસ અધિક્ષક જે .પી.ભંડારી  નાઓના માર્ગદર્શન હેઠળ,

પો ઇન્સ. કે.સી.પારગી, પો.સ.ઇ. જી.જે.મોરી, પો.સ.ઇ. જે.એમ.કડછા તથા પો.સ.ઇ. એચ.બી.કોવાડીયા સાયબર ક્રાઈમ પો.સ્ટે. અમરેલી નાઓએ જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરી અરજદારના નાણા પરત આપવાની કામગીરી કરવામાં આવેલ.

અત્રેના પો.સ્ટે. ખાતે અમરેલી તાલુકાના મોટા ગોખરવાળાના ઘનશ્યામભાઈ અરજણભાઈ કથીરીયાએ તેમના જ ગામના મહેશભાઈ વલ્લભભાઈ વોરા હાલ સુરતના રહેવાસી વિરુધ્ધ ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૩૨૩૦૦૦૨/૨૦૨૩, IPC કલમ ૪૦૬, ૪૨૦ તથા THE PRIZE CHITS AND MONEY CIRCULATION SCHEMES BANNING GUJARAT RULES ૧૯૭૮ ની કલમ ૪,૫,૬ તથા GUJARAT PROTECTION OF DIPOSITORS ACT-ની કલમ ૩ તથા 1.7.એક્ટ ક.૬૬(ડી) મુજબ ફરિયાદ લખાવવામાં આવેલ હતી.

આ બનાવની વિગતમાં આરોપી મહેશભાઈએ તેનાજ ગામના ઘનશ્યામભાઈને વિશ્વાસમાં લઈ

"FVP Trade" નામની ફ્રોડ એપ્લિકેશનમાં રોકાણ કરાવડાવી, દૈનિક ૨-૩% જેટલું વ્યાજ આપવાની લાલચ આપી, ઉપરાંત વધુ વળતર અપાવવાના બદ ઇરાદે પોતાના આઇ.ડી માધ્યમે તેમની નીચે વધુ સભ્યો બનાવડાવી વધુ કમીશન અપાવવાની લાલચ આપી કટકે-કટકે કુલ રૂ.૧૫,૫૮,૦૦૦/- પડાવી લીધેલ.

જે મતલબની તા.૧૫/૦૩/૨૦૨૩ ના રોજ ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં સુરત મુકામેથી ટેકનિકલ સોર્ચ તથા હ્યુમન રિસોર્ટની મદદથી આરોપીને પકડી પાડેલ, પકડાયેલ ઇસમને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

મહેશ વલ્લભભાઈ વોરા, ઉ.વ.૩૮, રહે મોટા ગોખરવાળા, તા. જિ. અમરેલી,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ અમરેલીના પોલીસ ઇન્સ. કે.સી.પારગી તથા પો.સ.ઇ. જી.જે.મોરી તથા પો.સ.ઇ.શ્રી જે.એમ.કડછા તથા પો.સ.ઇ. એચ.બી.કોવાડીયા તથા એ.એસ.આઇ. દીપાવલીબેન સોલંકી તથા પો.કોન્સ. રાજેશભાઈ પનોત તથા અંકુરભાઈ સોલંકી તથા નીકુલભાઈ રાઠોડ તથા નયનભાઈ સાવલીયા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.