CBSE ની પરીક્ષામાં ગુરુકુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું. અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ (CBSE) ધોરણ 10 નું શાનદાર 100% પરિણામ.
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ (CBSE)ધોરણ - 10 નું 100% પરિણામ વિદ્યાર્થીઓ સહિત આચાર્યાશ્રી તેમજ શિક્ષકમિત્રોની કપરી મહેનતની સંસ્થાના વડા સ્વામી કૃષ્ણસ્વરુપ શાસ્ત્રીજી, ટ્રસ્ટી જયસ્વરુપ શાસ્ત્રી તેમજ ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરીયા સર દ્વારા અભિનંદન પાઠવી કદર કરવામાં આવી હતી.
શાળા કક્ષાએ પ્રથમ ક્રમાંકે ધ્રુવી પટેલ 94.20 ટકા સાથે ગ્રેડ A1, દ્વિતીય ક્રમાંકે શિવાની પાંડે 92.40 ટકા સાથે ગ્રેટ A1 તેમજ તૃતીય ક્રમાંકે પ્રિયાંશી ગુપ્તા 88% ટકા સાથે ગ્રેડ A2 પ્રાપ્ત કરીને ગુરુકુલ પરિવારનું ગૌરવ વધાર્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીમિત્રોને પૂજય ગુરુજીએ ભવિષ્યમાં પણ સારા ટકાએ ઉત્તિર્ણ થાઓ તેવા શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.