હાલોલ શહેરના રણછોડ નગર ખાતે રહેતા ડૉ. ધર્મેશકુમાર જયંતીલાલ વરિયાએ વડોદરાની ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી કોરોના કવચ પોલીસી સને 2020-21 ના સમયગાળા માટે લીધેલ હતી જેમાં કુટુંબના 06 સભ્યોનો સમાવેશ થતો હતો જેનું પ્રીમિયમ 12,131 રૂપિયા હતું જેમાં તારીખ 07/04/2021 ના રોજ તેઓના પિતા જયંતીલાલ વરિયાને કોરોના લક્ષણ સાથે હાલોલની કેર હોસ્પિટલ ટ્રોમા એન્ડ આઇસીયુ ખાતે ડૉ.કલ્પેશ ચાંગલાનીની સારવાર હેઠળ દાખલ કરાયા હતા જેમાં 07/04/2021 થી 12/04/2021 પાંચ દિવસ સુધીની સારવાર દરમ્યાન કુલ 81,541/- સારવારનો ટોટલ ખર્ચ થયો હતો જે માટે ઓરિએન્ટલ કંપનીમાં મેડીક્લેઈમ પોલીસીના નાણા મેળવવા માટે ડૉ. ધર્મેશ વરિયાએ ઓરિએન્ટલ કંપનીમાં તમામ સારવારના બિલો ફાઈલ અને સારવાર સંબંધિત તમામ દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં કંપની દ્વારા આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય તેમ જ સીટી સ્કોર 8 થી ઓછો હોવાના બહાના હેઠળ ટેલીફોનિક વાતચીત દરમિયાન મેડી ક્લેઈમ આપવામાં ગલ્લા તલ્લા કરતા આખરે તારીખ 17/01/2022 ના રોજ અરજદાર ડૉ. ધર્મેશ વરિયાએ વકીલ રૂદ્રેશ ત્રિવેદી અને જીજ્ઞા આર.ત્રિવેદી મારફતે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી હોવા છતાં કંપની દ્વારા વિમાના નાણાં ન ચૂકવવામાં આવતા આખરે પંચમહાલ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગોધરા ખાતે ફરિયાદ દાખલ કરતા કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર ગ્રાહક કોર્ટ દ્વારા અરજદારના વકીલ જીજ્ઞા આર.ત્રિવેદીની ધારદાર અસરકારક દલીલો અને રજૂ કરેલ પુરાવાના આધારે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીને અરજદારના મેડી ક્લેઈમના નાણા રૂ. 81,541/- અરજી કર્યાની તારીખથી 6 ટકા વ્યાજ સાથે 2 માસમાં ચૂકવી આપવનો હુકમ કર્યો હતો તેમ જ અરજદારને પડેલ માનસિક ત્રાસના વળતર ખર્ચ પેટે 2000/- અને કાનૂની ખર્ચના 2000/- રૂ. મળી કુલ 4000/- રૂપિયા પણ ચૂકવી આપવા માટેનો હુકમ કર્યો હતો.