અમરેલી તાલુકાના વડેરામા યુવતી સાથે પ્રેમ સંબંધ મુદ્દે સાત શખ્સોએ બોલાચાલી કરી યુવકને પાઇપ અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહોંચાડતા આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

મુળ દાહોદના અને હાલ વડેરાની સીમમા રહેતા નરસીંગભાઇ વેસ્તાભાઇ ભાભોર ઉ.વ .૨૩ નામના યુવાને અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના કાકાના દીકરા સુનીલને અગાઉ મગનભાઇ સંધાડાની દીકરી સાથે પ્રેમસંબંધ હોય

 જે બાબતે મનદુખ રાખી મગન સંઘાડા , બાબુ , નનુ , બહાદુર , શુકમ , હિતેશ અને યોગેશ નામના શખ્સોએ બોલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી .

તેમજ લાકડી વડે મારમાર્યો હતો . આ ઉપરાંત મારી નાખવાની ધમકી આપી હતી .

જયારે સામા પક્ષે બાબુભાઇ બચુભાઇ સંધાડાએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે

તેના ભાઇ બાબુભાઇની દીકરી સાથે સુનીલને પ્રેમસંબંધ હોય અગાઉ માથાકુટ થયેલ હોય

સુનીલ તેમજ નરસીંગ ઉર્ફે ચતુર , દિનેશ ભાભોર તેમજ બે અજાણ્યા શખ્સોએ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી ધમકી આપી હતી .

પોલીસે બંને પક્ષેથી સામ સામી ફરિયાદ નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.