લીલીયા તાલુકાના લોકી ગામના અરવિંદભાઈ ઉર્ફે ભગત વલ્લભભાઈ વાઘેલા સામે લીલીયા પોલીસ મથકમાં તાઃ૪/૬/૨૦૨૧ ના રોજ ઈ.પી.કો. કલમ-૩૭૬(૧) તથા ૫૦૬(૨) મુજબ નો ગુન્હો રજીસ્ટર કરીને,

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પોલીસ ઘ્વારા આરોપી અરવિંદભાઈ ઉર્ફે ભગત વલ્લભભાઈ વાઘેલા ને ધારાસર અટક કરેલ અને આરોપીને અમરેલી જિલ્લા જેલમાં આરોપી તરીકે જેલ હવાલે કરેલ..

ચકચારી બનાવની વિગત એવી હતી કે, ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ એવી ફરીયાદ આપેલી કે,

ફરીયાદ આપ્યાના બે માસ અગાઉ ફરીયાદી લોકી ગામે આરોપીના માતા અમરતબેનને પેચોટી ચોળવા માટે ગયેલ,

તે સમયે આરોપીએ ફરીયાદીને મોઢું દબાવી બાવડુ પકડીને રૂમમાં પરાણે લઈ જઈ બળજબરીથી બળાત્કાર કરેલો.

 અને આરોપીએ એવી ધમકી આપેલી કે આ વાત કોઈને કહેતી નહી નહીતર તારા ઘરના બધા લોકોને પતાવી દઈશ,

બાદમાં આશરે બે માસ બાદ ફરીયાદીને પેટમાં દુખાવો થતા ફરીયાદી તેમના પરીવારના લોકોને સાથે લઈને દવાખાને ગયેલા,અને ડોકટર પાસે સારવાર કરાવેલ અને

 સોનોગ્રાફી કરતા ફરીયાદીને બે માસનો ગર્ભ રહી ગયેલ બાદમાં પોલીસ મથકમાં ફરીયાદ આપવા જતા ફરીયાદીને ગર્ભપાત થઈ ગયેલ, અને આરોપી વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ આપેલ,

જે ફરીયાદના અનુસંધાને પોલીસ ઘ્વારા સાવરકુંડલાના મહે.એડીશ્નલ સેશન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ ભૂમીકાબેન ચંદારાણાની અદાલતમાં ચાર્જશીટ કરી કેસમાં ફરીયાદી સહીતના સાહેદો તથા પંચો તથા ડોકટર અને ડી.એન.એ. પરીક્ષણ સહીતના પુરાવાઓ લેવામાં આવેલ અને

જેમાં આરોપી અરવિંદ ભાઈ ઉર્ફે ભગત વલ્લભભાઈ વાઘેલા તર્ફે સાવરકુંડલાના વિધ્વાન વકીલ હિંમતભાઈ ડી. બગડા રોકાયેલા અને સદર કેસ ચાલી જતા

સાવરકુંડલાના મહે.એડીશ્નલ સેશન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ ભૂમીકાબેન ચંદારાણાની અદાલત માં તમામ પુરાવાઓ અને બચાવ પક્ષના વકીલ હિંમતભાઈ ડી. બગડા ની તર્ક બઘ્ધ દલીલો તથા મેડીકલ એવીડન્સ સહીતના પુરાવાઓનું

નામ. અદાલત સમક્ષ કરી નામદાર અદાલતે વિસ્તૃત પુરાવાનું મુલ્યાંકન અને કાયદા ને ધ્યાને લઈને

સાવરકુંડલાના વિધ્વાન વકીલ હિંમતભાઈ ડી. બગડાની દલીલોને ગ્રાહ્ય રાખી 

સમગ્ર અમરેલી જિલ્લામાં ચકચારી બનાવના આરોપી

અરવિંદભાઈ ઉર્ફે ભગત વલ્લભભાઈ વાઘેલાને નિર્દોષ જાહેર કરેલ અને તુરંત જ જેલ મુકત કરવા હુકમ કરેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.