અમદાવાદ: જર્મનીમાં રહેતું એક ગુજરાતી કપલ ત્યાંની સરકારની કસ્ટડીમાં રહેલી પોતાની દોઢ વર્ષની દીકરીનો કબજો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. કપલનો દાવો છે કે, સરકારે આઠ મહિના પહેલા બનેલા એક અકસ્માત બાદ બાળકીની કસ્ટડી તેમની પાસેથી છીનવી લીધી હતી. બાળકી તે વખતે માત્ર સાત મહિનાની હતી, અને હાલ તે દોઢ વર્ષની થઈ છે પરંતુ જર્મનીની સરકાર કપલને બાળકીની કસ્ટડી પરત નથી આપી રહી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા પરિવારની દીકરી ધારાના લગ્ન મુંબઈના ભાવેશ શાહ સાથે થયા હતા. ભાવેશ સોફ્ટવેર એન્જિનિયર છે, જેને બર્લિનમાં એક આઈટી કંપનીમાં જોબ મળતા કપલ ઓગસ્ટ 2018માં જર્મની શિફ્ટ થયું હતું, જ્યાં તેમને ફેબ્રુઆરી 2021માં એક દીકરી અવતરી હતી. દીકરીના જન્મ બાદ તેની સંભાળ રાખવામાં મદદ કરવા માટે ભાવેશના માતાપિતા જર્મની ગયા હતા.એક દિવસ બાળકીના ડાયપરમાં લોહીના ડાઘ હોવાનું ધારાના ધ્યાને આવ્યું હતું. જેનાથી ચિંતાતુર બનેલા ધારા અને ભાવેશ પોતાની દીકરીને બાળકોના ડૉક્ટર પાસે લઈ ગયા હતા. જોકે, ડૉક્ટરે ચેક કરીને કંઈ ચિંતાજનક ના હોવાનો અભિપ્રાય આપ્યો હતો. બે દિવસ બાદ તેઓ ફરી તે જ ડૉક્ટર પાસે ગયા હતા. ત્યારે બાળકીની તપાસ કરી ડૉક્ટરે કોઈ અધિકારીને ફોન કર્યો હતો અને બાળકીની જાતિય સતામણી થઈ હોવાનો અભિપ્રાય આપ્યો હતો.ભાવેશ અને ધારાએ સરકારી અધિકારી સમક્ષ પોતાનો અભિપ્રાય મૂકવાની કોશીશ કરી હતી, પરંતુ તેમને જર્મન બોલતા નહોતું આવડતું. જે ટ્રાન્સ્લેટર તે વખતે ઉપલબ્ધ હતો તે પણ પાકિસ્તાનનો હતો, જે ઉર્દુ જાણતો હતો અને તે ભાવેશ અને ધારા દ્વારા હિન્દીમાં કરવામાં આવેલી રજૂઆતને જર્મનમાં યોગ્ય રીતે ટ્રાન્સ્લેટ નહોતો કરી શક્યો.
આખરે શાહ દંપતીએ બાળકીનો કબજો મેળવવા માટે કાયદાકીય લડાઈ શરુ કરી હતી. તેમના પર મૂકાયેલા આરોપ દૂર થયા બાદ શાહ દંપતીને એક પેરેન્ટ્સ ટેસ્ટ ક્લિયર કરવા માટે કહેવાયું હતું. તેઓ અત્યારસુધી તેના બે સેશન અટેન્ડ કરી ચૂક્યા છે, પરંતુ કાયદાકીય કાર્યવાહી હજુ લાંબી ચાલે તેમ હોવાથી તેમને બાળકીની કસ્ટડી પરત મેળવવા માટે હજુય પ્રતિક્ષા કરવી પડે તેમ છે.
સરકારની કસ્ટડીમાં રહેલી જૈન પરિવારની બાળકીને યોગ્ય શાકાહારી ખોરાક તેમજ માહોલ મળે તે માટે પણ તેઓ અરજ કરી રહ્યા છે. તેમણે એવી પણ રજૂઆત કરી છે કે તેઓ પેરેન્ટિંગ ટેસ્ટ ક્લીયર ના કરે ત્યાં સુધી બાળકીની કસ્ટડી કમસે કમ ભારતમાં રહેતા કોઈ જૈન પરિવારને સોંપવામાં આવે, કારણકે પોતાના ધાર્મિક માહોલમાં, પરિવાર વચ્ચે અને માતૃભૂમિ પર મોટા થવું બાળકીનો અધિકાર છે. આ અંગે તેમણે ભારત સરકારના સામાજિક કલ્યાણ મંત્રાલયને પણ રજૂઆત કરી છે.બાળકીનો પાસપોર્ટ પણ હાલ જર્મન સરકારના કબજામાં છે, જેથી કપલને એ ચિંતા પણ સતાવી રહી છે કે જો કાયદાકીય લડાઈ લાંબી ચાલી તો બાળકી ભારતીય કલ્ચર સાથેનો સંપર્ક ગુમાવી બેસશે. કપલને એ વાતનો પણ ડર છે કે બાળકીની કસ્ટડી મેળવવામાં મોડું થયું તો તે પોતાની માતૃભાષા બોલવાને બદલે વિદેશી ભાષાને માતૃભાષા માની બેસશે અને ત્યાંનું જ કલ્ચર અને ખાનપાન અપનાવી લેશે તો તે ભારતીય માહોલમાં ઢળી નહીં શકે. આ અંગે ભાવેશ અને ધારાએ વિદેશ મંત્રાલયને વિવિધ જૈન સંસ્થાઓ મારફતે પત્ર પણ લખીને બાળકીની કસ્ટડી ભારતમાં રહેતા તેમના કોઈ સંબંધીને જલ્દીથી જલ્દી સોંપવામાં આવે તેવી માગ કરી છે.