એવું કહેવાય છે કે જર જમીન અને જોરુ કજીયાનું છોરું આ ત્રણેય મુદ્દાઓ પૈકી હાલમાં સૌથી વધુ કોઈ સળગતો મુદ્દો હોય તો તે જમીનને લગતો છે જેમાં જમીનના ભાગલા પાડવાના હોય કે પોતાના ભાઈ કે પોતાના પરિવારજનોને અંધારામાં રાખી તેઓની જમીન પડાવી લેવાની હોય તે સૌથી વધુ સળગતો મુદ્દો છે તેમજ ભૂમાફિયાઓ દ્વારા ગરીબ ખેડૂત અને કચડાયેલા વર્ગની જમીનો પડાવી લેવી અને ભુમાફિયા તથા જમીન દલાલો દ્વારા ખોટા અને જુઠા દસ્તાવેજો ઉભા કરી ગરીબ ખેડૂતો સહિતના વર્ગની જમીન ઉપર પોતાનો કબજો મેળવી લેવા જેવા મુદ્દાઓને લઈને અનેક વાર મોટા મોટા ગુનાહિત બનાવો બનતા હોવાની ખબર વાંચવા અને જોવા મળતી હોય છે જે તમામ જમીનને લગતા સળગતા મુદ્દાઓ પર આધારિત અને ભુમાફિયાઓના કાવાદાવા અને કરતુતોના મુદ્દાને આવરી લઇ ઉજાગર કરતી તેમજ ત્રણ ભાઈઓના પરસ્પરસ પ્રેમ સ્નેહ અને એકબીજા માટે ત્યાગની ભાવના દર્શાવતી તેમજ તેમજ ભૂમાફિયા દ્વારા તેઓની વચ્ચે ઊભા કરાતા આંતરિક વિખવાદને ઉજાગર કરતી ફિલ્મ એટલે લેન્ડ ગ્રેબિંગ હાલમાં ગુજરાતના સિનેમા ઘરોમાં ચાલી રહી છે જેમાં હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ વેલ્વેટ સિનેમા ખાતે ચાલતી ફિલ્મ લેન્ડ ગ્રેબિંગ ફિલ્મના મુખ્ય અભિનેતા અને ગુજરાતના પ્રસિદ્ધ ગાયક અને અભિનેતા એવા હાલોલના કલાકાર ઉમેશ બારોટ પોતાના પરિવારજનો સહિત ફિલ્મના ડાયરેક્ટર અને કલાકારો સહિત ગુજરાતના ટીમલી કિંગ કમલેશ બારોટ સાથે વેલ્વેટ સિનેમા ખાતે પધારી દર્શકોની વચ્ચે બેસી પોતાની ફિલ્મ નિહાળી હતી અને ફિલ્મ પુરી થયા બાદ દર્શકોને ઉષ્માભેર મુલાકાત આપી તેઓની સાથે ફોટા તેમજ સેલ્ફી પડાવી પોતાના ફિલ્મનું રીવ્યુ મેળવ્યો હતો જેમાં દર્શકોએ ફિલ્મમાં ઉમેશ બારોટના કામને બિરદારી ફિલ્મની અને ઉમેશ બારોટની પ્રશંસા વખાણ કર્યા હતા જેમાં ઉમેશ બારોટ સહિત કમલેશ બારોટે તમામ ગુજરાતી દર્શકોને એક વાર ફિલ્મ લેન્ડ ગ્રેબિંગ જોવા માટે અનુરોધ કર્યો હતો.