લાખણી

લાખણી તાલુકાના વાસણ ગામના પ્રજાપતિ મદનલાલ મલાજી,કૈલાસભાઈધેવાજી,સંદીપ અને બળદેવભાઈ કાળાજી રહે.રાહ સામે મોરાલ ગામના ભીખાજી સુરાજી એ સાહેદ સુરાજી હરજીજી અને તેમના પરિવારના લોકોને માર માર્યા અંગેની પાંચેક વર્ષ અગાઉ આગથળા પોસ્ટે.માં ઇ.પી.કો.કલમ ૩૨૩,૨૯૪ (ખ)૫૦૬(૨),૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવેલ. 

જે કેસ લાખણી જ્યૂડી.મેજી.ફ.ક. નામદાર કોર્ટમાં ચાલી જતા આરોપીના વિદ્વાન વકીલશ્રી હીનાબેન ઠક્કર અને શાંતિલાલ બી. માળીની ન્યાયિક રજૂઆતોને ધ્યાને લઇ લાખણીના જયુંડી.મેજી.શ્રી એફ. આર. કોઠારીયા ફ. ક. નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ ઠરાવેલ છે. લેવડ દેવડ બાબતે લાખણી પંથકમાં ચર્ચાસ્પદ બનેલ કેસ અંગે જાણવા મળ્યા પ્રમાણે મદનલાલ મલાજી પ્રજાપતિ પાસેથી બાબુજી હરજીજી પ્રજાપતિ એ ૨૯ લાખ રૂપિયાનો ગવાર વેચાણ રાખેલ અને બદલામાં ચેક આપેલ બાબુજીએ મદનલાલને રૂપિયા ન ચૂકવતા મદનલાલ મલાજી એ ફરિયાદ કરેલ જે બાબતે બાબુજી હરજીજીની પોલીસે ધરપકડ કરેલ હતી અને બાબુજી ના ભાઈ સુરાજીના પુત્ર ભીખાજી એ તેમના પિતા સુરાજી અને તેમના પરિવાર પાસે આગથળા પોસ્ટે. ના તાબાના મોરાલ આગથળા જાહેરરોડ ઉપર દિવસે સાડાચાર ના સુમારે રૂપિયામાંગી આરોપીઓએ માર માર્યો હોવાની જાનથી મારી નાખવાની ધમકી વિગેરે ની ફરિયાદ નોંધાવેલ જે કેસ લાખણી કોર્ટમાં ચાલી જતા ફરિયાદી અને સાહેદોની જુબાની લીધેલ ફરિયાદી ઇજાગ્રસ્ત થયેલ તો સારવાર ક્યાં અને કયા પ્રકારની કરાવી તે પુરવાર કરી શક્યા ન હતા. ફરિયાદી મુજબ ધોળે દિવસે વસાહત વાળા જાહેરમાર્ગ ઉપર બનેલ બનાવ નું અન્ય કોઈ સાક્ષી પંચ સાહેદ કેમ ન મળ્યો? વળી ફરિયાદીના પિતાના ભાઈ બાબુજી ઉપર મદનલાલે પોલીસ ફરિયાદ અને એન.આઈ.એકટ મુજબ કેસ કરેલ હોય 

 ફરિયાદી ઉપર દબાણ લાવવા ફરિયાદ કરાઈ હોવાની શક્યતાઓ નકારી શકાય નહીં તેવુ અવલોકન કરી નામદાર લાખણી કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરતા સત્યનો વિજય થયો હોવાનું ચર્ચાસ્પદ બનેલ.