અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.વી.જાધવ સાહેબ તથા ઇન્ચાર્જ પી.આઇ. “ નેત્રમ “ કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે.એમ.કડછા નાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર ( નેત્રમ ) અમરેલી ખાતે સીસીટીવી કેમરાઓની મદદથી ર ૪ × ૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે . તા .૧૫ / ૦૯ / ૨૦૨૨ ના રોજ અમરેલી શહેરમાં આઇ.ટી.આઇ.પાસે રહેતા ધ્રુમીલભાઇ અનીલકુમાર મેતલીયાનાઓને એક અજાણ્યું પાકીટ મળેલ હોય . સારા જાગૃત નાગરીક તરીકે પોતાની ફરજ નિભાવતા તેઓએ આ મળેલ પાકીટ બાબતે અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરેલ અને જણાવેલ કે આ પાકીટ આઇ.ટી.આઇ.ના સામેના રોડ ઉપરથી મળેલ છે . ત્યાર બાદ , ઇન્ચાર્જ પી.આઇ. “ નેત્રમ ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે.એમ.કડછા તથા હેડ કોન્સ પી.ડી.ગામીત , પો.કોન્સ.આર.બી.હીંગું , પો.કોન્સ .. એચ.એસ.સોલંકી , લોકરક્ષક ડી.સી.ટાંક તથા ટેકનીકલ સહાયક કૌશિકભાઇ ત્રિવેદીએ આ કેસ બાબતે આઇ.ટી.આઇ.કોલેજ સર્કલ પરના સીસીટીવી ફુટેજ ચેક કરતા , આઇ.ટી.આઇ.મા અભ્યાસ કરતા કરણભાઇ ઉદયભાઇ સરવૈયા રહે . સાવરકુંડલા વાળાનું આઇ.ટી.આઇ.ના સામેના રોડ ઉપર પડી ગયેલ હોય , જે માલુમ પડતા આઇ.ટી.આઇ.ના અધ્યાપકશ્રીઓ દ્વારા અરજદારનો સંપર્ક કરી , મળેલ પાકીટની ખરાઇ કરી અને ધુમીલભાઇ અનીલકુમાર મેતલીયાનાઓના હસ્તે પાકીટના મુળ માલીક કરણભાઇ ઉદયભાઇ સરવૈયા રહે . સાવરકુંડલા વાળાને સોપેલ આ પાકીટની અંદર રોકડ રકમ તથા અગત્યના દરસ્તાવેજ તથા એક પેનડ્રાઇવ સહી સલામત રીતે પરત કરેલ છે . રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.